Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન મોદી ની સુરક્ષા વધારવામાં આવી. હવે આ નવું ઉપકરણ આકાશમાંથી નજર રાખશે. જાણો વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
30 નવેમ્બર 2020 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા લેવાયેલા કડક અને મોટા નિર્ણયને લીધે કટ્ટરવાદીઓ, આતંકવાદી સંગઠનો અને દુશ્મનોના નિશાન પર રહે છે. આને કારણે તેમની સુરક્ષાને લગતા પડકારો સતત વધી રહી છે. મોદીની સુરક્ષા સતત સુવ્યવસ્થિત કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં હવે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપરાંત કારના કાફલાઓને એન્ટી ડ્રોન સિસ્ટમથી સજ્જ કરવામાં આવનાર છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સુરક્ષા દળો માટે રચાયેલ એન્ટી-ડ્રોન સિસ્ટમ્સના નિર્માણ માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ સાથે ડીલ કરી છે. 

Join Our WhatsApp Channel

રિપોર્ટ મુજબ વડાપ્રધાનની સુરક્ષામાં એન્ટી ડ્રોન સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે, કારણ કે આ વર્ષની શરૂઆતથી તેમના પર ડ્રોન હુમલાઓનું જોખમ વધ્યું છે. હકીકતમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠનોએ હુમલાની સાથે સાથે ડ્રગ આને હથિયારો મોકલવા માટે, ભારતની સીમામાં ચીન દ્વારા બનાવેલા કોમર્શિયલ ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. આવી સ્થિતિમાં ભારતની DRDOએ બે પ્રકારના એન્ટી ડ્રોન બનાવવાનું શરૂ કર્યું છે. 

DRDO ચીફ એ એન્ટી-ડ્રોન સિસ્ટમ વિશે માહિતી આપતા કહ્યું કે આ વર્ષે પ્રજાસત્તાક દિન અને સ્વતંત્રતા દિવસની ઉજવણીના સ્થળે એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ મુકવામાં આવી હતી. આ એન્ટી ડ્રોન સિસ્ટમ્સ રડાર ક્ષમતાથી સજ્જ છે જે બેથી ત્રણ કિલોમીટર દૂરથી દુશ્મન ડ્રોનને નિષ્ક્રિય કરી શકે છે. જ્યારે બીજા પ્રકારના એન્ટી ડ્રોન સિસ્ટમની બેથી ત્રણ કિલોમીટરના અંતરથી લેસર બીમથી ડ્રોનને નષ્ટ કરવાની ક્ષમતા છે. 

સારી વાત એ છે કે, દેશમાં ઉત્પાદિત એન્ટી ડ્રોન સિસ્ટમ્સ પણ એલઓસી પર ગોઠવી દેવામાં આવી છે અને આ સિસ્ટમો હવાઈ જોખમો સામે લડવામાં પણ સફળ રહી છે.

Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Murli Manohar Joshi Vote Theft Row ‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ’ ભાજપના જ પીઢ નેતા મુરલી મનોહર જોષીના નિવેદનથી મોદી સરકાર ભીંસમાં
Rahul Gandhi Action Guarantee જંતરમંતરથી રાજઘાટ સુધી વિપક્ષનું શક્તિપ્રદર્શન! સંસદ સભ્યોની અટકાયત છતાં આંદોલન તેજ રાહુલ ગાંધી બોલ્યા ‘CEC એ રાજીનામું આપવું જ પડશે’
Opposition MPs Rajghat Protest ધરણાં માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો ખડગેના ભાજપ પર આકરા પ્રહાર ‘બાપુએ આઝાદી અપાવી, ભાજપ છીનવી રહ્યું છે’
Exit mobile version