Site icon News Continuous Bureau | Mumbai

DRDO : DRDO દ્વારા ઓડિશાના દરિયાકાંઠે સુપરસોનિક મિસાઇલ-આસિસ્ટેડ રિલીઝ ટોર્પિડો સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું

DRDO : સુપરસોનિક મિસાઇલ-આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો (SMART) સિસ્ટમનું 01 મે, 2024ના રોજ લગભગ 0830 કલાકે ઓડિશાના દરિયાકાંઠે સ્થિત ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું. SMART એ નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત લાઇટ-વેઇટ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે.

DRDO successfully flight-tests Supersonic Missile-Assisted Release Torpedo System off Odisha coast

DRDO successfully flight-tests Supersonic Missile-Assisted Release Torpedo System off Odisha coast

News Continuous Bureau | Mumbai 

DRDO : સુપરસોનિક મિસાઇલ -આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો ( SMART ) સિસ્ટમનું 01 મે, 2024ના રોજ લગભગ 08:30 કલાકે ઓડિશાના દરિયાકાંઠે સ્થિત ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું. SMART એ નેક્સ્ટ જનરેશન મિસાઈલ આધારિત લાઇટ-વેઇટ ટોર્પિડો ડિલિવરી સિસ્ટમ છે, જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ( DRDO ) દ્વારા ભારતીય નૌકાદળની એન્ટિ-સબમરીન યુદ્ધ ક્ષમતાને હળવા વજનના ટોર્પિડોની પરંપરાગત શ્રેણીથી ઘણી આગળ વધારવા માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ કેનિસ્ટર-આધારિત મિસાઈલ સિસ્ટમમાં ( smart missile system ) અનેક અદ્યતન પેટા-સિસ્ટમનો સમાવેશ થાય છે, જેમ કે બે-સ્ટેજ સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ, ઈલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટર સિસ્ટમ, પ્રિસિઝન ઈન્ર્શિયલ નેવિગેશન સિસ્ટમ વગેરે. આ સિસ્ટમ પેરાશૂટ-આધારિત રિલીઝ સિસ્ટમની સાથે પેલોડ તરીકે અદ્યતન હળવા વજનના ટોર્પિડોને વહન કરાવે છે.

મિસાઈલને ગ્રાઉન્ડ મોબાઈલ ( supersonic missile ) લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી. આ પરીક્ષણમાં સપ્રમાણ વિભાજન, ઇજેક્શન અને વેગ કંટ્રોલ જેવી કેટલીક અત્યાધુનિક મિકેનિઝમ્સને માન્ય કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Navy Vice Chief: વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન, AVSM, VSMએ નૌકાદળના વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે ( Rajnath Singh ) SMARTના સફળ ફ્લાઇટ-ટેસ્ટ માટે DRDO અને ઉદ્યોગના ભાગીદારોને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું “પ્રણાલીનો વિકાસ આપણી નૌકાદળની ( Indian Navy ) શક્તિને વધુ વધારશે.”

ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અને R&Dના સચિવ તેમજ DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતે સમગ્ર SMART ટીમના સિનર્જિસ્ટિક પ્રયાસોની પ્રશંસા કરી અને તેને શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધવાના નિર્દેશ આપ્યા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Rahul Gandhi Press Conference Mic Turned Off રાહુલ ગાંધીનો ભાજપ પર ગંભીર આરોપ કહ્યું સદનમાં માઈક બંધ કરાયું, બોલવા ન દીધો’, હવે પ્રેસ કોન્ફરન્સ કરીને બધું કહીશ…
Rahul Gandhi Press Conference એન્ટી પેપર લીક બિલ પર ઘમાસાણ રાહુલ ગાંધીએ સંસદ બહાર સરકાર અને PM મોદી પર સાધ્યું નિશાન..
BJP Press Conference On Rahul Gandhi Remarks રાહુલ ગાંધીના આક્ષેપો પર ભાજપનો પલટવાર ‘ગૃહમંત્રી નહીં મેજિસ્ટ્રેટ આદેશ આપે છે’, પક્ષે બંધારણીય મર્યાદાઓનો આપ્યો હવાલો!
Lok Sabha Anti Paper Leak Bill Passed Debate ગૃહમાં ઘમાસાણ અને બિલ પાસ એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ અને સરકાર આમનેસામને!
Exit mobile version