Site icon

DRI Seizures: DRI એ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવ્યો, દીપડાની 2 ખાલ અને 18 નખ કર્યા જપ્ત..

DRI Seizures: DRI દ્વારા ચોક્કસ ખાનગી માહિતી અને CID (ક્રાઇમ), ગુજરાતના ઇનપુટ્સના આધારે, અમદાવાદના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ રાજસ્થાનના રાજસમંદ

PM to address NCC PM Rally at Cariappa Parade Ground, Delhi today

PM to address NCC PM Rally at Cariappa Parade Ground, Delhi today

News Continuous Bureau | Mumbai

DRI Seizures: DRI દ્વારા ચોક્કસ ખાનગી માહિતી અને CID (ક્રાઇમ), ગુજરાતના ઇનપુટ્સના આધારે, અમદાવાદના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક સંગઠિત વન્યજીવ પ્રતિબંધિત વેપાર કામગીરીને સફળતાપૂર્વક અટકાવી અને બે દીપડાના ચામડા અને 18 દીપડાના નખ જપ્ત કર્યા હતા . ગેરકાયદે વેપારમાં સામેલ પાંચ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, અને જપ્ત કરાયેલી વસ્તુઓ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (WPA), 1972 હેઠળ વધુ તપાસ માટે રાજસ્થાન વન વિભાગને સોંપવામાં આવી છે. દીપડા WPA ના શેડ્યૂલ I હેઠળ સૂચિબદ્ધ છે, જે તેમને સંપૂર્ણ રક્ષણ આપે છે. આ અધિનિયમ ચામડા અને નખ સહિત કોઈપણ દીપડાના અંગ વેચાણ, ખરીદી, વેપાર અથવા કબજા પર સખત પ્રતિબંધ મૂકે છે.

Join Our WhatsApp Community

ઓપરેશનની ઝલક:

બાતમીદારોએ આપેલી જાણકારી મુજબ રાજસ્થાન સ્થિત એક ટોળી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972નો ઉલ્લંઘન કરતા દીપડાના ચામડાનો વેપાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જવાબમાં, DRI અધિકારીઓએ શંકાસ્પદોની પ્રવૃત્તિઓ પર ગુપ્ત રીતે નજર રાખી હતી અને યોગ્ય સમયે ઝડપથી કાર્યવાહી કરીને, અધિકારીઓએ પ્રથમ દલાલ અને વેચનાર ટોળીનાં ચાર વ્યક્તિઓની અટકાયત કરી હતી . તેમની પાસેથી એક દીપડાનું ચામડું અને 18 દીપડાના નખ જપ્ત કર્યા હતા.

પકડાયેલા ચાર વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન, અધિકારીઓને જંગલની સીમમાં 30 કિલોમીટર દૂર દીપડાના ચામડાના બીજા આયોજિત વેપાર વિશે ચોક્કસ માહિતી મળી હતી. જેનાં આધારે  DRI ટીમે અટકાયત કરાયેલા વ્યક્તિઓમાંથી એકને વેચાણ કરતી બીજી ટોળીને ચોક્ક્સ જગ્યા પર બોલાવવા માટે લલચાવવાનાં કામે લગાડી હતી.

આ સમાચાર પણ વાંચો :  NCC PM Rally: પ્રધાનમંત્રી આજે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે NCC PM રેલીને સંબોધિત કરશે

અંધારું થઈ ગયું હોવાથી અને સ્થાનિક લોકોના મોટા ટોળાએ અધિકારીઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હોવાથી ઓપરેશનના બીજા ભાગમાં નોંધપાત્ર પડકારો ઉભા થયા હતા. તણાવપૂર્ણ પરિસ્થિતિથી નિરાશ ન થતાં, DRI ટીમે અસાધારણ બહાદુરી અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતુ અને વધુ એક વ્યક્તિને પકડી લીધો હતો. તેમજ બીજા દીપડાના ચામડાને પણ સુરક્ષિત રાખ્યું હતું.

વન્યજીવ સંરક્ષણ માટે DRIની પ્રતિબદ્ધતા:

રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (DRI) વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે, વન્યજીવોની હેરફેર સામે લડવામાં અને જૈવવિવિધતાને જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેના ગુપ્તચર નેટવર્ક અને અમલીકરણ ક્ષમતાઓનો ઉપયોગ કરીને, DRI સક્રિયપણે લુપ્તપ્રાય પ્રજાતિઓના ગેરકાયદે વેપારને અટકાવે છે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અને CITES જેવા આંતરરાષ્ટ્રીય સંમેલનોનું પાલન સુનિશ્ચિત કરે છે. ભારતીય પર્યાવરણ અને વન્યજીવનના રક્ષણ માટે DRI અન્ય અમલીકરણ એજન્સીઓ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Vande Mataram: વંદે માતરમના ૧૫૦ વર્ષ: PM મોદીનો મોટો હુમલો – “૧૯૩૭માં વિભાજનના બીજ રોપાયા,” તે વિચારધારા આજે પણ દેશ માટે મોટો પડકાર છે
1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Exit mobile version