Site icon News Continuous Bureau | Mumbai

Election Commission EPIC numbers : છેતરપિંડી ના આરોપો પર ચૂંટણી પંચની સ્પષ્ટતા, આ કારણે મતદારોને મળે છે એક પ્રકારના EPIC નંબર..

Election Commission EPIC numbers : સમાન EPIC નંબર ધરાવતા મતદારો માટે વસ્તી વિષયક વિગતો, વિધાનસભા મતવિસ્તાર અને મતદાન મથક સહિતની અન્ય વિગતો અલગ અલગ હોય છે. EPIC નંબરને ધ્યાનમાં લીધા વિના કોઈપણ મતદાર તેમના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં તેમના સંબંધિત મતવિસ્તારમાં તેમના નિયુક્ત મતદાન મથક પર જ મતદાન કરી શકે છે.

Duplication of voter card numbers doesn't imply fake voters Election Commission

Duplication of voter card numbers doesn't imply fake voters Election Commission

News Continuous Bureau | Mumbai

Election Commission EPIC numbers : ચૂંટણી પંચે બે અલગ અલગ રાજ્યોના મતદારોના EPIC નંબરો સમાન હોવાના મુદ્દાને ઉજાગર કરતી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને મીડિયા રિપોર્ટ્સ પર ધ્યાન આપ્યું છે. આ સંદર્ભમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જ્યારે કેટલાક મતદારોના EPIC નંબરો સમાન હોઈ શકે છે, ત્યારે સમાન EPIC નંબર ધરાવતા મતદારો માટે વસ્તી વિષયક વિગતો, વિધાનસભા મતવિસ્તાર અને મતદાન મથક સહિતની અન્ય વિગતો અલગ અલગ હોય છે. EPIC નંબરને ધ્યાનમાં લીધા વિના કોઈપણ મતદાર તેમના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં તેમના સંબંધિત મતવિસ્તારમાં તેમના નિયુક્ત મતદાન મથક પર જ મતદાન કરી શકે છે. જ્યાં તેઓ મતદાર યાદીમાં નોંધાયેલા છે અને બીજે ક્યાંય નહીં.

Join Our WhatsApp Channel

વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના કેટલાક મતદારોને સમાન EPIC નંબર/શ્રેણીની ફાળવણી બધા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મતદાર યાદી ડેટાબેઝને ERONET પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરતા પહેલા અનુસરવામાં આવતી વિકેન્દ્રિત અને મેન્યુઅલ પદ્ધતિને કારણે હતી. આના પરિણામે ચોક્કસ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના CEO કાર્યાલયોએ સમાન EPIC આલ્ફાન્યૂમેરિક શ્રેણીનો ઉપયોગ કર્યો અને વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં મતદારોને ડુપ્લિકેટ EPIC નંબરો ફાળવવાની શક્યતાને અવકાશ મળ્યો.

આ સમાચાર પણ વાંચો : Mumbai Underground Metro : તારીખ નક્કી થઇ ગઈ?? જલ્દી જ શરૂ થશે મુંબઈ મેટ્રો-3નો બીજો તબક્કો; જાણો સ્ટેશન અને ટિકિટની કિંમત કેટલી હશે…

જોકે, કોઈપણ શંકા દૂર કરવા માટે કમિશને નોંધાયેલા મતદારોને અનન્ય EPIC નંબર ફાળવવાનું સુનિશ્ચિત કરવાનો નિર્ણય લીધો છે. ડુપ્લિકેટ EPIC નંબરના કોઈપણ કિસ્સામાં એક અનન્ય EPIC નંબર ફાળવીને સુધારો કરવામાં આવશે. આ પ્રક્રિયામાં મદદ કરવા અને સહાય કરવા માટે ERONET 2.0 પ્લેટફોર્મને અપડેટ કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

ByElection Results Update પેટાચૂંટણીમાં ન ચાલ્યો વિપક્ષી ગઠબંધનનો જાદુ? ૧૬ માંથી ૯ પર કમળ ખીલ્યું! ચૂંટણીના પરિણામોએ વિપક્ષના હોશ ઉડાવી દીધા..
Heavy Rains In Andhra And Odisha આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, તોફાની પવનથી વૃક્ષો ધરાશાયી અને ઓડિશામાં પણ જળબંબાકાર
Jio Bumper Stock Market Listing બજારમાં જિયોની ધમાકેદાર એન્ટ્રી ૧૩૫૮ રૂપિયાના ભાવે શેર લિસ્ટ, રોકાણકારોને મળ્યો તગડો નફો
Share Market Crash શેરબજારમાં ફરી કડાકો ચારેતરફ વેચવાલીના વંટોળ વચ્ચે જિયોના આઈપીઓ લિસ્ટિંગે મચાવી ધૂમ; રોકાણકારો થયા માલામાલ
Exit mobile version