News Continuous Bureau | Mumbai
અસાની વાવાઝોડું આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ ખાતે પહોંચી ગયું છે.
આ બધા વચ્ચે આજે અહીં ભૂકંપના આંચકા પણ અનુભવાયા છે.
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 મેગ્નિટ્યુડ જેટલી નોંધાઈ છે.
ભૂકંપનું કેન્દ્ર 15.66 અક્ષાંસ અને 92.30 રેખાંશ ઉપર 39 કિમી ઉંડાણમાં નોંધાયું છે.
જોકે સદનસીબે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
આ સમાચાર પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, 13 વૈશ્વિક નેતાઓના એપ્રુવલ રેટિંગ ચાર્ટમાં ટોચ પર… જાણો વિગતે
