News Continuous Bureau | Mumbai
ED BBC India : કેન્દ્રીય તપાસ એજન્સી ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ BBC વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા પર ₹3.44 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ કાર્યવાહી કરી છે. એટલું જ નહીં બીબીસીના ત્રણ ડિરેક્ટરો ₹1.14 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ED BBC India : 1,14,82,950 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
EDના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે શુક્રવારે એક નિર્ણય આદેશ જારી કર્યો છે, જેમાં FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ), 1999 ની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ 15.10.2021 પછી પાલનની તારીખ સુધી દરરોજ 5000 રૂપિયા દંડ સાથે BBC WS India પર 3,44,48,850 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વધુમાં, ઉલ્લંઘનના સમયગાળા દરમિયાન કંપનીના સંચાલનની દેખરેખ રાખવામાં તેમની ભૂમિકા બદલ ડિરેક્ટરો – ગાઇલ્સ એન્ટની હંટ, ઇન્દુ શેખર સિંહા અને પોલ માઈકલ ગિબન્સ પર 1,14,82,950 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ED BBC India : FEMA નું ઉલ્લંઘન
FEMA હેઠળ વિવિધ ઉલ્લંઘનો માટે 4 ઓગસ્ટ, 2023 ના રોજ BBC WS India, તેના ત્રણ ડિરેક્ટરો અને નાણાકીય વડાને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવ્યા બાદ નિર્ણયની કાર્યવાહી શરૂ થઈ. ED ની તપાસમાં જાણવા મળ્યું છે કે 100% FDI ધરાવતી કંપની, BBC WS India, તેના FDI ને ફરજિયાત 26% મર્યાદા સુધી ઘટાડ્યા વિના ડિજિટલ મીડિયા દ્વારા સમાચાર અને વર્તમાન બાબતો અપલોડ અને સ્ટ્રીમ કરવાનું ચાલુ રાખ્યું.
આ સમાચાર પણ વાંચો : Shashi Tharoor Vs Congress: કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ, આ મોટા નેતા ટાટા બાય બાય કહેવાની તૈયારીમાં? પહેલા PM મોદીના વખાણ, હવે રાહુલ ગાંધી સમક્ષ કરી ફરિયાદ
ED BBC India : FDI ને 26% સુધી મર્યાદિત કરવું જરૂરી
આ મર્યાદા ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા 18 સપ્ટેમ્બર, 2019 ના રોજ જારી કરાયેલ પ્રેસ નોટ 4 માં નક્કી કરવામાં આવી હતી, જે મુજબ ડિજિટલ મીડિયા એન્ટિટીઓએ સરકારી મંજૂરી માર્ગ હેઠળ FDI ને 26% સુધી મર્યાદિત કરવું જરૂરી છે. ફેબ્રુઆરી 2023 માં આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેના તારણો બાદ, ED એ એપ્રિલ 2023 માં BBC India સામે FEMA તપાસ શરૂ કરી.
આ સર્વેમાં વિવિધ બીબીસી સંસ્થાઓ દ્વારા જણાવવામાં આવેલી આવક અને ભારતમાં તેમની કામગીરીના પ્રમાણ વચ્ચે વિસંગતતાઓ સૂચવવામાં આવી હતી, જે કેટલાક રેમિટન્સ પર કરચોરીની શક્યતા દર્શાવે છે. અત્યાર સુધી, બીબીસીએ તાજેતરના ED ચુકાદાના આદેશ અંગે કોઈ જાહેર નિવેદન બહાર પાડ્યું નથી.