ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022
ગુરૂવાર
દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં તપાસ એજન્સીઓ સક્રીય થઈ છે.
EDએ આ કેસમાં એબીજી શિપયાર્ડ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.
સીબીઆઈ પહેલા જ ABG શિપયાર્ડ કંપની અને તેના અધિકારીઓ સામે કેસ નોંધી ચૂકી છે.
આ મામલો લગભગ 23 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો છે. જેમાં બેંકોના એક જૂથ સાથે છેતરપિંડીનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે, સીબીઆઈએ બેંક ફ્રોડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય સંબંધિત લોકો સામે કેસ નોંધ્યો હતો.
