News Continuous Bureau | Mumbai
El Nino Impact on Agriculture – અલ નિનો (El Niño)ની અસરને લઈને ભારત સહિત વિશ્વના હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપ્યા બાદ કૃષિ બજારોમાં તેજીની માનસિકતા જોવા મળી રહી છે. વરસાદમાં ખાધ, ખરિફ (Kharif) પાકોના વાવેતરમાં ઘટાડો અને સંભવિત ઉત્પાદન ઘટાડાની આશંકાએ કૃષિ કોમોડિટી (Commodity) બજારોમાં ભાવ વધારાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે.
El Nino Impact on Agriculture – અલ નિનોની ચેતવણીથી કૃષિ બજારમાં તેજી
ભારત, અમેરિકા અને જાપાનની હવામાન એજન્સીઓએ અલ નિનો (El Niño) સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ જાહેરાત બાદ જૂનના બીજા સપ્તાહથી કૃષિ પેદાશોના હાજર (Spot Market) અને વાયદા (Futures Market) બંને બજારોમાં ભાવ વધવા લાગ્યા છે. છેલ્લા દસ દિવસ દરમિયાન એરંડા, ધાણા, હળદર, ગુવાર ગમ અને કપાસિયા ખોળ જેવી અનેક કૃષિ પેદાશોના ભાવમાં 5થી 7 ટકા સુધીનો વધારો નોંધાયો છે. સામાન્ય રીતે વાયદા બજારમાં તેજી જોવા મળે ત્યારે હાજર બજારમાં તેની અસર પાછળથી જોવા મળે છે, પરંતુ આ વખતે બંને બજારોમાં એકસાથે તેજી જોવા મળી રહી છે.
El Nino Impact on Agriculture – વરસાદની ખાધ અને વાવેતરમાં ઘટાડો ચિંતાજનક
દેશમાં હાલમાં સરેરાશ વરસાદની ખાધ 38 ટકા સુધી પહોંચી ગઈ હોવાનું આંકડાઓ દર્શાવે છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં 44 ટકા, મધ્ય ભારતમાં 19 ટકા અને દક્ષિણ ભારતમાં 19 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે. તેના કારણે ડાંગર, કઠોળ, તેલીબિયાં, કપાસ, શેરડી અને મસાલા પાકોના વાવેતર પર અસર પડી છે. 12 જૂન સુધીમાં માત્ર 84.60 લાખ હેક્ટરમાં ખરિફ પાકનું વાવેતર થયું હતું, જે ગયા વર્ષની સરખામણીએ 3.44 ટકા ઓછું છે. ઓછા વરસાદને કારણે ઉત્પાદન ઘટવાની આશંકા બજારમાં ભાવ વધારાનું મુખ્ય કારણ બની રહી છે.
El Nino Impact on Agriculture – ગ્રાહકો અને સરકાર માટે પડકારરૂપ સ્થિતિ
ઘઉં, ચોખા, તુવેર, મગ, અડદ અને સાકર જેવી આવશ્યક કૃષિ પેદાશોના વાયદા હાલમાં બંધ હોવા છતાં તેમના હાજર બજારના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓ ભવિષ્યમાં પુરવઠો ઘટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ખરીદી વધારી રહ્યા હોવાનું માનવામાં આવે છે. જોકે ગુજરાતના અનેક તાલુકાઓમાં વરસાદ શરૂ થવાના અહેવાલો આશાનું કિરણ દર્શાવે છે. તેમ છતાં અલ નિનોની અસર લાંબી ચાલે અને વરસાદ અપુરતો રહે તો ખાદ્ય મોંઘવારી (Food Inflation) વધી શકે છે. નિષ્ણાતોના મતે સરકારને ભાવવધારો અને સંભવિત પુરવઠા સંકટ સામે આગોતરું આયોજન (Advance Planning) કરવાની જરૂર છે જેથી ગ્રાહકો પર વધારાનો બોજ ન પડે.
El Nino Impact on Agriculture વાયદા બજાર અને હાજર બજારમાં કૃષિ પેદાશોના ભાવમાં તફાવત
એક્સચેન્જ પર ટ્રેડ થતી કોમોડીટીઝના ભાવમાં ૮ જૂનથી ૧૯ જૂન દરમિયાન નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ સમયગાળામાં એરંડાના ભાવ ૬૫૫૧ થી વધીને ૬૮૬૦, કપાસિયા ખોળ ૩૫૩૫ થી વધીને ૩૬૯૮, ધાણા ૧૨૩૫૦ થી વધીને ૧૪૯૬૦, ગુવાર ગમ ૧૧૨૧૦ થી વધીને ૧૧૬૬૦, ગુવાર સીડ ૫૯૧૪ થી વધીને ૬૧૧૦ અને હળદરના ભાવ ૧૫૧૭૦ થી વધીને ૧૬૮૪૪ થયા છે. બીજી તરફ, વાયદામાં ટ્રેડ ન થતી કૃષિ પેદાશોની વાત કરીએ તો, ૧૧ જૂનથી ૧૯ જૂન દરમિયાન બાસમતીના ભાવ ૯૦૦૦ થી વધીને ૯૭૦૦, તુવેર ૭૬૦૦ થી વધીને ૭૭૦૦, મગ ૧૦૦ થી વધીને ૧૦૫, અડદ ૧૦૫ થી વધીને ૧૧૫ અને સાકરના ભાવ ૩૮૩૦ થી વધીને ૩૮૫૦ નોંધાયા છે. આમ, તમામ દર્શાવેલી કૃષિ પેદાશોમાં ભાવનો ઉછાળો જોવા મળ્યો છે.
-D.K.
👉 આ સમાચાર વાચો:
Netanyahu Trump Relationship Differences ટ્રમ્પ અને ઇઝરાયેલી PM વચ્ચે બધું બરાબર નથી? મતભેદોના અહેવાલો પર નેતન્યાહુએ આપ્યું મોટું નિવેદન
