News Continuous Bureau| Mumbai
ચૂંટણી કમિશને પોતાનો આદેશ જાહેર કર્યો છે જે મુજબ ઉદ્ધવ ઠાકરેને આગામી ચૂંટણી માટે સિમ્બોલ મળી ગયું છે. આ સિમ્બોલ નીચે મુજબ છે.
૧) ઉદ્ધવ ઠાકરે : મશાલ
૨) એકનાથ શિંદે: તેમના દ્વારા સૂચવેલા તમામ વિકલ્પો રદ કરવામાં આવ્યા છે અને આવતીકાલ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
પોતાના બે પાનાના પત્રમાં ચૂંટણી કમિશને ઉદ્ધવ ઠાકરે માટે અલગ તેમજ એકનાથ શિંદે માટે અલગ જવાબ ડ્રાફ્ટ કર્યો છે. હવે બંને પાર્ટી આગામી ચૂંટણીમાં પોતાના નવા ચિન્હથી ચૂંટણી લડશે.