News Continuous Bureau | Mumbai
Electrified Flex Fuel Vehicle : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્ર નાથ પાંડે, ટોયોટા ના એમડી અને સીઈઓ શ્રી મસાકાઝુ યોશિમુરા, કિર્લોસ્કર સિસ્ટમ્સ લિમિટેડના એમડી અને સીઈઓ ગીતાંજલિ કિર્લોસ્કર, જાપાન એમ્બેસીના રાજદૂત, રાજદ્વારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને સલાહકારોની ઉપસ્થિતિમાં ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા વિકસાવવામાં આવેલા બીએસ 6 સ્ટેજ-2 ‘ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ‘ના વિશ્વના પ્રથમ પ્રોટોટાઇપનો શુભારંભ કરાવ્યો હતો.
ऐतिहासिक दिन। ऊर्जादाता किसान।#ElectrifiedFlexFuelVehicle #FlexFuelVehicle #UrjadataKisan pic.twitter.com/AVrOTs3TAc
— Nitin Gadkari (@nitin_gadkari) August 29, 2023
આ પ્રસંગે બોલતા શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, ઇથેનોલ સ્વદેશી, પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય ઇંધણ હોવાથી ભારત માટે આશાસ્પદ સંભવિતતા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ઇથેનોલ પર મોદી સરકારનો ભાર ઊર્જા સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા, ખેડૂતોની આવક બમણી કરવા, તેમને ઊર્જાદાતામાં પરિવર્તિત કરવાનાં ઉદ્દેશો સાથે સુસંગત છે, ત્યારે તેમને અન્નદાતા તરીકે ટેકો આપવાનું ચાલુ રાખે છે અને પર્યાવરણ પર હકારાત્મક અસર કરે છે.
તેમણે કહ્યું હતું કે, જે દિવસે ઇથેનોલનું અર્થતંત્ર 2 લાખ કરોડનું થશે, તે દિવસે કૃષિ વિકાસ દર વર્તમાન 12 ટકાથી વધીને 20 ટકા સુધી પહોંચી જશે. જૈવઇંધણમાં નવીનતાઓ વિશે વાત કરતાં શ્રી ગડકરીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાં અસમમાં નુમાલીગઢમાં રિફાઇનરી વિશે વાત કરી હતી, જ્યાં વાંસનો ઉપયોગ જૈવ ઇથેનોલનાં ઉત્પાદન માટે થાય છે.
આ સમાચાર પણ વાંચો : Google Flights:ફ્લાઈટ બુક કરાવવી છે, હવે ગુગલ તમારો આસીસ્ટન્ટ પણ કઈ રીતે અને શું લાભ થશે. જાણો અહીં…
શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, આ નવીન વાહન ઇનોવા હાઇક્રોસ પર આધારિત છે અને ભારતનાં ઉત્સર્જનનાં કડક માપદંડોનું પાલન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌપ્રથમ બીએસ 6 (સ્ટેજ 2) ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ ફ્યુઅલ વ્હિકલ પ્રોટોટાઇપ તરીકે અંકિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોટોટાઇપ માટે આગામી તબક્કાઓમાં સાવચેતીપૂર્વક શુદ્ધિકરણ, હોમોલોગેશન અને સર્ટિફિકેશન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
𝐖𝐨𝐫𝐥𝐝'𝐬 𝟏𝐬𝐭 𝐏𝐫𝐨𝐭𝐨𝐭𝐲𝐩𝐞 𝐨𝐟 𝐁𝐒-𝟔 (𝐒𝐭𝐚𝐠𝐞 𝐈𝐈) ‘𝐄𝐥𝐞𝐜𝐭𝐫𝐢𝐟𝐢𝐞𝐝 𝐅𝐥𝐞𝐱 𝐅𝐮𝐞𝐥 𝐕𝐞𝐡𝐢𝐜𝐥𝐞’ 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐞𝐝 𝐛𝐲 𝐓𝐨𝐲𝐨𝐭𝐚 𝐊𝐢𝐫𝐥𝐨𝐬𝐤𝐚𝐫 𝐌𝐨𝐭𝐨𝐫. #ElectrifiedFlexFuelVehicle #FlexFuelVehicle #UrjadataKisan@Toyota_India pic.twitter.com/8hoYkbrANx
— Nitin Gadkari (@nitin_gadkari) August 29, 2023

Nitin Gadkari To Launch World’s First Ethanol-Fueled Car