ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જાન્યુઆરી 2022
ગુરુવાર
દેશ અને દુનિયામાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર નામ ધરાવતી ઇસરોના વડા તરીકે રોકેટ વિજ્ઞાની એસ સોમનાથની પસંદગી કરવામાં આવી છે.
ઇસરોના વડા સિવન એક અઠવાડિયામાં જ નિવૃત થઇ રહ્યા છે ત્યારે સિવન પછી 3 વર્ષ સુધી ઇસરોનું સુકાન એસ સોમનાથ સંભાળશે.
તિરુવનંતપુરમ સ્થિત વીએસએસસીના ડાયરેક્ટર એસ.સોમનાથ દેશના શ્રેષ્ઠ રોકેટ ટેક્નોલોજિસ્ટ અને એરોસ્પેસ એન્જિનિયર છે.
એસ સોમનાથ લોન્ચ વ્હીકલડિઝાઇન કરવામાં માસ્ટર છે. તેમણે સેટેલાઇટ લોન્ચિંગ માટે દુનિયામાં ખૂબ વખાણાયેલા પીએસએલવી ઇન્ટીગ્રેશન ડિઝાઇન તૈયાર કરીને ખૂબ નામના મેળવી છે.
ચંદ્રયાન -૨માં લેંડરનું એન્જીન વિકસિત કરવામાં અને જીસેટ -9માં ઇલેકટ્રિક પ્રોપલ્શન સિસ્ટમના સફળ ઉડાણની સિધ્ધિઓ પણ તેમના નામ સાથે જોડાયેલી છે.