Site icon News Continuous Bureau | Mumbai

End of an Era: કેવી હશે પીએમ મોદીની નવી ઓફિસ? સાઉથ બ્લોક છોડીને હવે ‘સેવા તીર્થ’ બનશે સત્તાનું નવું સરનામું, જાણો શું છે આ નવા કેન્દ્રની ખાસિયત

End of an Era: બ્રિટિશ કાળની ઈમારત છોડી PM મોદી નવા વહીવટી ભવનમાં થશે શિફ્ટ, PMO, કેબિનેટ સચિવાલય અને NSA ઓફિસ હવે એક જ છત નીચે હશે.

End of an Era PMO to Shift from South Block to New 'Seva Tirtha' Complex; Final Cabinet Meeting at Old Office Today

End of an Era PMO to Shift from South Block to New 'Seva Tirtha' Complex; Final Cabinet Meeting at Old Office Today

News Continuous Bureau | Mumbai

 ભારતીય લોકતંત્રના અનેક ઐતિહાસિક નિર્ણયોનું કેન્દ્ર રહેલું સાઉથ બ્લોક હવે ઈતિહાસના પાનાઓમાં નોંધાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાઉથ બ્લોકમાં પોતાની અંતિમ કેબિનેટ બેઠક લેશે. ત્યારબાદ પીએમઓ (PMO) બ્રિટિશ કાલીન ઈમારતમાંથી નવનિર્મિત ‘સેવા તીર્થ’ સંકુલમાં સ્થળાંતરિત થશે. રાયસીના હિલ્સ નજીક બનેલી આ ભવ્ય ઈમારત સાઉથ બ્લોકથી થોડા જ અંતરે આવેલી છે.

Join Our WhatsApp Channel

શું છે ‘સેવા તીર્થ’ સંકુલ?

આશરે ₹૧૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલું ‘સેવા તીર્થ’ માત્ર વડાપ્રધાનનું કાર્યાલય નથી, પરંતુ સરકારના સર્વોચ્ચ કેન્દ્રોનું એક સંકલિત સંકુલ છે.
સેવા તીર્થ-૧: વડાપ્રધાન કાર્યાલય (PMO).
સેવા તીર્થ-૨: કેબિનેટ સચિવાલય.
સેવા તીર્થ-૩: રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને NSA (અજીત ડોભાલ) નું કાર્યાલય. આ ઉપરાંત અહીં ‘ઈન્ડિયા હાઉસ’ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં ઉચ્ચસ્તરીય વિદેશી પ્રતિનિધિમંડળોનું સ્વાગત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : The Science of Tetrachromacy: કુદરતની અજાયબી: દુનિયાની કેટલીક મહિલાઓ જોઈ શકે છે ૧૦ કરોડ રંગો! પુરુષો માટે અશક્ય છે આ ‘સુપર પાવર’, જાણો તેની પાછળનું વિજ્ઞાન

સાઉથ બ્લોકનો ભવ્ય ઈતિહાસ

સાઉથ અને નોર્થ બ્લોકનું નિર્માણ ૧૯૩૧માં થયું હતું. આઝાદી બાદ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં પ્રથમ કેબિનેટ બેઠક સાઉથ બ્લોકમાં જ યોજાઈ હતી. ૧૯૪૭માં આ એક નાનું સચિવાલય હતું, જે ૧૯૬૪માં લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં મોટું બન્યું. ૧૯૭૭માં મોરારજી દેસાઈના શાસનકાળ દરમિયાન તેનું નામ બદલીને ‘પીએમઓ’ (PMO) કરવામાં આવ્યું હતું. હવે આ ઐતિહાસિક બ્લોક્સને ‘ભારત સંગ્રહાલય’ માં ફેરવવામાં આવશે.

સંકલન માટે લેવાયો નિર્ણય

અત્યાર સુધી પીએમઓ, કેબિનેટ સચિવાલય અને એનએસએ ઓફિસ અલગ-અલગ સ્થાનો પર કાર્યરત હતા, જેના કારણે સંવેદનશીલ બાબતોમાં સંકલન સાધવું પડકારજનક હતું. હવે આ તમામ સંસ્થાઓ એક જ પરિસરમાં હોવાથી કામગીરીમાં વધુ ઝડપ અને સુરક્ષા જળવાશે. સંરક્ષણ અને વિદેશ મંત્રાલય પણ આગામી થોડા અઠવાડિયામાં સાઉથ બ્લોક ખાલી કરીને પોતપોતાના નવા કાર્યાલયોમાં સ્થળાંતરિત થશે.

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version