ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧
ગુરુવાર
કેન્દ્રએ રસીકરણના પ્રમાણપત્ર પર છાપેલાં નામ, જન્મવર્ષ, લિંગની કોઈપણ ભૂલો સુધારવા માટે લાભાર્થીઓને સક્ષમ કરવા માટે નવી સુવિધા રજૂ કરી છે. "હવે જો અજાણતાં ભૂલો આવી ગઈ હોય તો તમારા કોવિન રસીકરણના પ્રમાણપત્ર પર તમારાં નામ, જન્મવર્ષ અને લિંગને સુધારી શકો છો." આરોગ્ય સેતુ ઍપ્લિકેશનના સત્તાવાર હૅન્ડલે બુધવારે આ ટ્વીટ કર્યું છે.
તમે કેવી રીતે પ્રમાણપત્રમાં ફેરફારની વિનંતી કરી શકો છો એ અહીં છે:
1. Cowin.gov.in પર તમારા ખાતા પર જાઓ.
2. તમારા ઍકાઉન્ટની વિગતો હેઠળ રેઇઝ ઇસ્યુ પસંદ કરો.
3. પ્રમાણપત્રમાં કરેક્શન પસંદ કરો.
આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ મુસાફરી માટેના દસ્તાવેજમાં રસીકરણ સર્ટિફિકેટ એક મહત્ત્વનો દસ્તાવેજ છે. એથી આપ ઉપર આપેલી રીત મુજબ આ ભૂલ સુધારી શકો છો.
