Site icon

વાયુસેનાના વિમાનમાં કાબુલથી બચાવી લવાયા 120 ભારતીયો, જામનગર પહોંચતાં જ લગાવ્યા ભારત માતા કી જયના નારા; જુઓ વિડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 17 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની સાથે જ પરિસ્થિતિ હાથની બહાર નીકળી ગઈ છે. અફઘાનિસ્તાનમાં ખાસ કરીને કાબુલમાં ફસાઈ ગયેલા ભારતીય નાગિરકો જ નહીં, પણ સ્થાનિક નાગરિકો પણ ત્યાંથી બહાર નીકળવાના પ્રયાસમાં છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોએ પોતાના નાગરિકો અને રાજદ્વારીઓ સ્વદેશ પાછા લાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. એ પ્રયાસ હેઠળ આજે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર વિમાનમાં કાબુલમાં ફસાયેલા 120 ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવામાં આવ્યા હતા.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે આવતીકાલે ધ્વજવંદનનો પ્લાન બદલ્યો, હવે અહીં ફરકાવવામાં આવશે રાષ્ટ્રધ્વજ ; ખેડૂતોને કરી આ અપીલ 

કાબુલથી ઊપડેલુ વાયુસેનાનું વિમાન જામનગર ઍરપૉર્ટ પર સવારના 10.45 વાગ્યે લૅન્ડ થયું હતું. સ્વદેશ સહીસલામત પાછા ફરવાનો આનંદ તમામ ભારતીયોના  મોં પર જોવા મળ્યો હતો. ઍરપૉર્ટ પર ઊતરતાંની સાથે જ ભારત માતા કી જય, જય હિંદ અને વંદે માતરમના નારા સાથે ઍરપૉર્ટને તેમણે ગજવી નાખ્યું હતું. બચાવી લેવામાં આવેલા મોટા ભાગના લોકો અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ અને અન્ય સરકારી ઑફિસમાં તેમ જ સરકારના જુદા-જુદા પ્રોજેક્ટ પર કામ કરનારા લોકો છે.

 

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version