ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
દેશના પ્રત્યેક નાના ગામડાઓ સસ્તી અને ઝડપી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવા માટે બજેટમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટ 2022 રજૂ કરતા, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિશે મોટી જાહેરાત કરી છે.
નાણાં પ્રધાને કહ્યું કે હાઈ સ્પીડ ઈન્ટરનેટ દરેક ગામ સુધી પહોંચાડવામાં આવશે. 2025 સુધીમાં દેશના તમામ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ફેલાવવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં સસ્તું ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નાણામંત્રીએ 5જી મોબાઈલ સર્વિસને લઈને પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ વર્ષે 5G મોબાઈલ સેવા શરૂ કરવામાં આવશે, ગામડાઓમાં સસ્તા બ્રોડબેન્ડ અને મોબાઈલ માટે 5% યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ હશે. ભારતનેટ પ્રોજેક્ટ PPP હેઠળ 2025 સુધીમાં પૂર્ણ થશે. સેઝ એક્ટમાં સુધારો કરવામાં આવશે.
ખેડૂતો માટે ખુશખબર! બજેટમાં મોદી સરકારે જગતના તાત માટે કરી આ મોટી જાહેરાતો, જાણો વિગતે
એ સાથે જ તેમણે બજેટમાં કહ્યું હતું કે ખાનગી ટેલિકોમ કંપનીઓને 2022-23માં 5G મોબાઇલ સેવા શરૂ કરવા માટે જરૂરી સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. પરંતુ 5G સેવાનો ઉપયોગ કરવા માટે લોકોએ આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે. નાણાંમંત્રીએ કહ્યું કે સ્પેક્ટ્રમની હરાજી આ વર્ષે થશે. ટેલિકોમ કંપનીઓને મે 2022 સુધી ટ્રાયલની પરવાનગી આપવામાં આવી છે.
