ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસની વધું એક વિકેટ પડી છે.
પૂર્વ કેન્દ્રીય કાયદામંત્રી અશ્વિની કુમારે મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
અશ્વિની કુમારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું મોકલાવી દીધું છે અને કહ્યું કે, પાર્ટીમાંથી બહાર રહીને દેશ માટે વધુ સારી રીતે કામ કરી શકીશ.
તેઓ મનમોહન સિંહની સરકારમાં કાયદામંત્રી રહ્યા હતાં. તેમની બે પેઢી કોંગ્રેસ સાથે જોડાયેલી છે.
અશ્વિની કુમારે પાર્ટીમાં નેતૃત્વની કમીને આ નિર્ણયનું કારણ બતાવ્યું છે.
તેમનું કહેવું છે કે, કોંગ્રેસે ફરી વાર ખુદને શોધવાની જરૂર છે. અને જો આવું નહીં કરી શકી તો, પતન નક્કી છે.
