Site icon

વંદે ભારત એક્સપ્રેસમાં એક્સપાયર થયેલા બિસ્કીટ પીરસવામાં આવ્યા : . હવે ચોંકાવનારી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ…

બબાલ થયા બાદ રેલવે વિભાગે કહ્યું છે કે તેઓ irctc ને પત્ર લખશે.

Expired Date Biscuits served at Vande Bharat Express

વંદે ભારત એક્સપ્રેસમાં એક્સપાયર થયેલા બિસ્કીટ પીરસવામાં આવ્યા : . હવે ચોંકાવનારી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ…

News Continuous Bureau | Mumbai

દેશભરમાં ટીકા તેમજ સારી સર્વિસ ને કારણેવખાણ પામેલી વંદે ભારત એક્સપ્રેસ સંદર્ભે સોશિયલ મીડિયામાં ટીકા થઈ રહી છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ચા, ભોજન અને નાસ્તો પણ આપવામાં આવે છે. આ વખતે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરતી વખતે એક મુસાફર ખાવા માટે બિસ્કિટ લીધા. પરંતુ તે બિસ્કિટ લીધા બાદ મુસાફરે જોયું કે ખાવા માટે લીધેલા બિસ્કિટ એક્સપાયર થઈ ગયા છે અને તેણે રેલવેમાં ફરિયાદ કરી.

નાગેશ પવાર વંદે ભારત એક્સપ્રેસમાં સોલાપુરથી મુંબઈ જઈ રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન તેણે ખાવા માટે ટ્રેનમાંથી ખાવાનું ખરીદ્યું હતું. તેમાં તેણે રેલવેમાં મળતા બિસ્કિટ લીધા હતા. સવારના કલાકોમાં ટ્રેન સોલાપુર સ્ટેશનથી રવાના થયા પછી જ મુસાફરોને ચા અને બિસ્કિટ પીરસવામાં આવ્યા હતા. જોકે, તેઓને જ્યારે ખબર પડી કે ચા સાથે પીરસવામાં આવેલા બિસ્કિટ જૂના થઈ ગયા છે ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  ‘આ’ રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન

તેણે ટ્રેનમાં શું થયું તેનો આ ચોંકાવનારો વીડિયો બનાવ્યો. જે બાદ તેણે રેલવે પ્રશાસનને પણ ફરિયાદ કરી છે.

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version