Site icon

ફેસબુક દંડાયુ, ફ્રાન્સમાં ભર્યો અબજોનો દંડ… જાણો કેટલો દંડ ભર્યો અને શા માટે?

new feature on facebook now you can personalise what content you want to see

ફેસબુક પર લાવ્યું નવુ ફિચર, તમે જાતે જ નક્કી કરી શકશો કે તમારે શું જોવું છે.. જાણો કેવી રીતે?

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

26 ઓગસ્ટ 2020

ફેસબુકની ફ્રેન્ચ સહાયક કંપની દંડ સહિતના બેક ટેક્સ તરીકે 100 મિલિયન યુરો (118 મિલિયન ડોલર) ચૂકવવા સંમત થઈ છે. એમ કંપનીએ જણાવ્યું છે. નોંધપાત્ર વાત છે કે ફ્રેન્ચ ટેક્સ અધિકારીઓ દ્વારા ફેસબુક કંપનીના ખાતાના પાછલાં દસ-વર્ષના ઓડિટ પછી આ કરચોરી ધ્યાનમાં આવી હતી. 

ફ્રાન્સ, કે જે ફેસબુક, આલ્ફાબેટના ગૂગલ, એપલ અને એમેઝોન જેવી ડિજિટલ કંપનીઓ પર આંતરરાષ્ટ્રીય કરવેરા નિયમોને રદ કરી ફ્રાન્સના સ્થાનિક ટેક્સ લાગુ કરવાની ભલામણ કરી રહ્યું છે. કારણકે તેનું માનવું છે કે મોટા મોટા ટેક જૂથો નોંધપાત્ર વેચાણ છે હોવાં છતાં દેશમાં ખૂબ ઓછો ટેક્સ ચૂકવે છે. 

વર્તમાન આંતરરાષ્ટ્રીય કર નિયમો, કાયદેસર રીતે કંપનીઓને તેમના પ્રાદેશિક મુખ્યાલયમાં યુરોપના સ્થાનિક બજારોમાં ઉત્પન્ન થયેલ વેચાણને વેચવાની પરવાનગી આપે છે. જેનો ફાયદો ઉઠાવી ફેસબુક સહિત કેટલીક ટેકનોલોજિસ્ટ કંપનીઓ, આયર્લેન્ડ જેવા ઓછા કોર્પોરેટ ટેક્સ દર ધરાવતા દેશોમાં યુરોપિયન અથવા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય સ્થાપી દે છે. અને આમ મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી કરવામાં આવે છે. 

ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્રેન્ચ ટેક્સ અધિકારીઓએ ફેસબુકના એકાઉન્ટ્સ 2009-2018 ના સમયગાળા દરમિયાન ઓડિટ કર્યું હતું, જેના પરિણામે પેટા કંપની દ્વારા કુલ 106 મિલિયન યુરો ચૂકવવાનો કરાર થયો હતો.  ફેસબુકના પ્રવક્તાએ કરારની વિગતો અંગે વધુ માહિતી જાહેર કરવાની ના કહી. જ્યારે ફ્રાન્સના ટેક્સ પ્રશાસને પણ વધુ વિગતો આપી નથી.. આમ ફેસબુક સહિતની પેટા ટેક કંપનીઓએ કરચોરી કરી હશે તે ચૂકવવી પડશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version