Site icon

Farmer Protest 2.0: ખેડૂતોની ‘દિલ્હી કૂચ’, શંભુ બોર્ડર પર સ્થિતિ બેકાબૂ, પોલીસે ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડ્યા.. જુઓ વિડીયો..

Farmer Protest 2.0: ખેડૂતોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. તેઓ તેમની માંગણીઓ સંતોષવા માટે દિલ્હી સુધી કૂચ કરી રહ્યા છે. આ દરમિયાન હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર ભારે હંગામો જોવા મળી રહ્યો છે. પોલીસે ખેડૂતોના જૂથને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા છે. પોલીસે ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડ્યા હતા. અનેક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે.

Farmer Protest 2.0 Chaos at Shambhu border, farmers break barricades, several detained

Farmer Protest 2.0 Chaos at Shambhu border, farmers break barricades, several detained

News Continuous Bureau | Mumbai 

 Farmer Protest 2.0: પંજાબના ખેડૂતો, જેઓ એમએસપી પર પાકની ખરીદીની ગેરંટી સહિતની તેમની 12-પોઇન્ટ માંગણીઓના સમર્થનમાં દિલ્હી આવી રહ્યા હતા, તેમની પંજાબ-હરિયાણાની ( Punjab-Haryana border ) શંભુ સરહદ પર પોલીસ સાથે ઘર્ષણ થયું. ખેડૂતોને ( Farmers )  હરિયાણામાં પ્રવેશતા રોકવા માટે પોલીસે સરહદ પર બેરિકેડ લગાવી દીધા છે, જેને ખેડૂતોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. બેરિકેડ તોડતા જોઈને પોલીસે ખેડૂતો પર ટીયર ગેસના અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેના કારણે સ્થિતિ વણસી છે. 

Join Our WhatsApp Community

જુઓ વિડીયો


ખેડૂતો બેરિકેડ હટાવ્યા

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral video ) થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પોલીસ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરી રહી છે. આ પછી વિરોધ કરી રહેલા ખેડૂતો ભાગતા જોવા મળી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં ખેડૂતોને સૂત્રોચ્ચાર સાથે ટ્રેક્ટરની મદદથી બેરિકેડ હટાવતા જોઈ શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Farmer Protest 2.0: ખેડૂતોની ‘દિલ્હી કૂચ’, શંભુ બોર્ડર પર સ્થિતિ બેકાબૂ, પોલીસે ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડ્યા.. જુઓ વિડીયો..

મીડિયા પ્રકાશિત અહેવાલો મુજબ ખેડૂતોની ‘દિલ્હી ચલો’ ( Delhi Chalo March ) કૂચમાં ભાગ લેનારા યુવાનોના એક જૂથે અંબાલામાં શંભુ બોર્ડર ( Shambhu border ) પર લગાવવામાં આવેલા બેરિકેડને ( barricades ) તોડવાનો પ્રયાસ કર્યો, જેના પગલે હરિયાણા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. દરમિયાન શંભુ બોર્ડર પાસે કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી છે.

દિલ્હી તરફ કૂચ કરવાનો નિર્ણય

તમને જણાવી દઈએ કે, ખેડૂતોએ પાક માટે MSPની કાયદેસર ગેરંટી અને અન્ય માંગણીઓ સહિતની તેમની માંગણીઓ અંગે બે કેન્દ્રીય નેતાઓ સાથેની બેઠક અનિર્ણિત રહ્યા બાદ દિલ્હી તરફ કૂચ કરવાનો નિર્ણય લીધો હતો. ઘણા ખેડૂતોએ સવારે 10 વાગ્યાની આસપાસ ફતેહગઢ સાહિબથી તેમના ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે કૂચ શરૂ કરી હતી અને તેઓ શંભુ સરહદથી દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. ફતેહગઢ સાહિબ અને શંભુ બોર્ડર વચ્ચેનું અંતર લગભગ 35-40 કિલોમીટર છે.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Exit mobile version