ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
કૃષિ કાયદા પાસ થયે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ બધા વચ્ચે આજે અકાલી દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
આ કારણે હરિયાણાથી દિલ્હી આવતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના પગલે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
દરમિયાન અકાલી દળનાના પ્રમુખ સુખબીરસિંહ બાદલ, તેમના પત્ની હરસિમરત કૌર સહિત 15 પાર્ટી નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી છે.
આ ઉપરાંત શિરોમણી અકાલી દળના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીના શંકર રોડ વિસ્તારમાં સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે.
જૂની પરંપરા નિભાવવા માટે આ ટાપુ પર 1,428 ડોલ્ફિનનો ખાત્મો, સમુદ્રકિનારો બન્યો રક્તરંજિત; જાણો વિગત
