દિલ્હી બોર્ડર પરથી ખેડૂતોની ભીડ ઓછી થવા માંડી છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે કુંડલી બોર્ડર પરથી ખેડૂતો પાછા જતા રહ્યા છે. લંગરોમાં ભોજન માટે લાગતી લાંબી લાઈનો પણ જોવા મળી રહી નથી.
કેટલાક ખેડૂતો સવારે આવીને સાંજે પાછા જતા રહે છે. અગાઉની સરખામણીએ હરિયાણાના ખેડૂતો પણ બોર્ડર પર ઓછી સંખ્યામાં પહોંચી રહ્યા છે.
પંજાબના ખેડૂત નેતાઓએ મહાપંચાયતો યોજીને ખેડૂતોને બોર્ડર પર પહોંચવા માટે અપીલ કરવા માંડી છે.
