Site icon News Continuous Bureau | Mumbai

Fastag New Rules: વાહનચાલકો થઇ જાઓ એલર્ટ, આજથી બદલાઈ ગયા FASTagના આ નિયમો, બેદરકારી બદલ વસૂલાશે ભારે દંડ..

Fastag New Rules: FASTag નો નવો નિયમ આજથી એટલે કે સોમવાર, 17 ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે FASTag ઇકોસિસ્ટમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા, વિવાદો ઘટાડવા અને છેતરપિંડી અટકાવવાનો છે.

Fastag New Rules New FASTag rules come into effect from today; Here's all you need to know

News Continuous Bureau | Mumbai

Fastag New Rules: ફાસ્ટેગનો નવો નિયમ આજથી એટલે કે સોમવાર (૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫) થી લાગુ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત, જે યુઝર્સ પાસે ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ છે, ચુકવણીમાં વિલંબ થયો છે અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થયેલ છે તેમની પાસેથી વધારાનો દંડ વસૂલવામાં આવશે. આ નિયમ લાગુ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય ફાસ્ટેગમાં સમસ્યાઓના કારણે ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો ઘટાડવાનો અને મુસાફરીને અનુકૂળ બનાવવાનો છે.

Join Our WhatsApp Channel

Fastag New Rules: કેટલાક જરૂરી ફેરફારો કરવામાં આવ્યા  

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે FASTag ઇકોસિસ્ટમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવા, વિવાદો ઘટાડવા અને છેતરપિંડી અટકાવવાનો છે.

 Fastag New Rules: નવા નિયમો શું કહે છે?

નવા નિયમો હેઠળ, જો વાહન ટોલ પાર કરે તે પહેલાં 60 મિનિટથી વધુ સમય માટે અને ટોલ પાર કર્યા પછી 10 મિનિટ સુધી ફાસ્ટેગ નિષ્ક્રિય રહે છે, તો વ્યવહાર રદ કરવામાં આવશે. સિસ્ટમ “એરર કોડ 176” લખીને આવી ચૂકવણીઓને નકારી કાઢશે. વધુમાં, ટોલ ચુકવણીને સરળ બનાવવા અને વિવાદો ઘટાડવા માટે ચાર્જબેક પ્રક્રિયા અને કુલિંગ પીરિયડ તેમજ ટ્રાન્ઝેક્શન ડિક્લાયન્સ નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  ‘ઓપરેશન ટાઇગર’ વચ્ચે ઉદ્ધવ ઠાકરે આવ્યા એક્શનમાં, આ તારીખે સાંસદો અને ધારાસભ્યોની બોલાવી અલગ-અલગ બેઠક..

નવી માર્ગદર્શિકા અનુસાર, જો વાહન ટોલ રીડરમાંથી પસાર થયાના 15 મિનિટથી વધુ સમય પછી ટોલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો ફાસ્ટેગ વપરાશકર્તાઓએ વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે. અપડેટેડ નેશનલ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NETC) માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ વ્યવહારમાં વિલંબ થાય છે અને યુઝર્સના ફાસ્ટેગ ખાતામાં બેલેન્સ ઓછું હોય છે, તો ટોલ ઓપરેટર જવાબદાર રહેશે.

Fastag New Rules પહેલા ફાસ્ટેગ રિચાર્જ કરાવવું પડશે

અગાઉ, યુઝર્સ ટોલ બૂથ પર જ ફાસ્ટેગ રિચાર્જ કરીને આગળ વધી શકતા હતા. નવા નિયમ પછી, હવે યુઝર્સે પહેલા ફાસ્ટેગ રિચાર્જ કરાવવું પડશે. NPCI ના તાજેતરના ડેટા અનુસાર, ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ડિસેમ્બરમાં 6 ટકા વધીને 382 મિલિયન થઈ ગઈ છે જે નવેમ્બરમાં 359 મિલિયન હતી. ઉપરાંત, ફાસ્ટેગ વ્યવહારોનું મૂલ્ય 9 ટકા વધીને રૂ. 6,642 કરોડ થયું છે, જે નવેમ્બરમાં રૂ. 6,070 કરોડ હતું.

 

 

West Bengal Election Results 2026| બંગાળના વલણોમાં ભાજપે બહુમતીનો આંકડો પાર કર્યો, TMC ને જોરદાર પછાડી; જાણો 10 વાગ્યા સુધીનું રિઝલ્ટ
Stock Market Today| ચૂંટણીના માહોલ વચ્ચે બજારમાં હરિયાળી: સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો, રોકાણકારોની મિલકતમાં કરોડોનો વધારો
Baramati Bypoll Result 2026। બારામતી પેટાચૂંટણીના પ્રથમ વલણો આવ્યા સામે NCP ચીફ સુનેત્રા પવાર આગળ, જાણો શું છે સ્થિતિ
Indian Bank Cyber Security Threat| સરકારી બેંકોમાં મોટો ફેરફાર સાયબર એટેકના વધતા જોખમો વચ્ચે લેવાયો મહત્વનો નિર્ણય, હવે સિસ્ટમ બનશે લોખંડી
Exit mobile version