News Continuous Bureau | Mumbai
FASTag Rule : દિલ્હીથી ફરીદાબાદને જોડતા બદરપુર ટોલ પ્લાઝા ( Toll Plaza ) પર આજથી હાથથી ફાસ્ટેગ દેખાડનારા આવા વાહન ચાલકો પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. ખરેખર, ફાસ્ટેગને કારની વિન્ડસ્ક્રીન પર મૂકવાનો નિયમ છે, પરંતુ કેટલાક વાહન ચાલકો ફાસ્ટેગ સ્ટીકરને વિન્ડ સ્ક્રીન પર મૂકવાને બદલે હાથથી બતાવીને ટોલ ટેક્સ કાપી લે છે. આનાથી ટોલ પ્લાઝા પર વાહનોની ગતિ ધીમી પડે છે.
હાલ ટોલ પ્લાઝા મેનેજમેન્ટ આવા વાહનચાલકોને જાગૃત કરી રહ્યું છે. ત્રણ દિવસ પહેલા NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ની સબ્સિડિયરી નેશનલ હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, વાહનની વિન્ડસ્ક્રીન પર ફાસ્ટેગ લગાવવું પડશે. જે વાહન ચાલકો આવું નહીં કરે તેમની પાસેથી બમણો ટોલ ટેક્સ ( Toll tax ) લેવામાં આવશે. આ આદેશ બાદ શનિવારથી શહેરના બદરપુર ટોલ પ્લાઝા પર આ આદેશ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
FASTag Rule : આ આદેશ અંગે માહિતી આપવા માટે ટોલ પ્લાઝા પર નોટિસ પણ ચોંટાડવામાં આવી છે…
આ આદેશ અંગે માહિતી આપવા માટે ટોલ પ્લાઝા પર નોટિસ પણ ચોંટાડવામાં આવી છે. આજથી ટોલ પ્લાઝાના જવાનો આવા ડ્રાઇવરો પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કરશે. ટોલ ટેક્સના કર્મચારીઓએ જણાવ્યું હતું કે ફાસ્ટેગ ( FASTag Toll Plaza ) હાથમાં રાખીને ટોલ ટેક્સ ભરનારા ડ્રાઇવરો ટોલ પ્લાઝા પર આવતા રહે છે. આવા વાહન ચાલકોના કારણે ટોલ પ્લાઝા પર વાહનોની ગતિ ધીમી પડે છે. આ ટોલ પ્લાઝા પર બાકીના ડ્રાઇવરો માટે સમસ્યાઓ ઉભી કરે છે.
આ સમાચાર પણ વાંચો : AI Tools: એશિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા આ છે મહત્ત્વપૂર્ણ 3 AI ટૂલ્સઃ રિપોર્ટ… જાણો વિગતે…
આથી હવે ફાસ્ટેગનો ( FASTag NHAI ) યોગ્ય રીતે ઉપયોગ કરતા વાહન ચાલકોની સુવિધાને ધ્યાનમાં રાખીને હવે ફાસ્ટેગ સ્ટીકર હાથમાં લેનાર વાહન ચાલકો પાસેથી ડબલ ટોલ ટેકસ લેવાનો નિર્ણય લેવાયો છે.
બદરપુર ટોલ પ્લાઝા પરથી 24 કલાકમાં સરેરાશ 80 હજાર વાહનો પસાર થાય છે. અહીં સવાર-સાંજ વાહનોની ભીડ રહે છે. વાહનોની ભીડ વચ્ચે જો એક-બે લોકો ફાસ્ટેગ ( FASTag Toll tax ) હાથમાં લઈને ટોલ કાપવાનું શરૂ કરી દે તો અહીં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તો બીજી તરફ કેટલાક એવા પણ વાહન ચાલકો આ ટોલ પ્લાઝા પર આવે છે, જે ફાસ્ટેગથી બચવા માટે કેટલીક વસ્તુઓ ફાસ્ટેગ સ્ટીકર પર રાખી દે છે. તેથી આ તમામ સમસ્યાના નિવારણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
