ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
દિલ્હીના લોધી રોડ પર આવેલ સીજીઓ કોમ્પ્લેક્સ સ્થિત CBI બિલ્ડિંગના બેસમેંટમાં આગ લાગી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહી છે.
કચેરીમાં કેટલાક મહત્વના કેસના દસ્તાવેજો હોવાથી તેને નુકસાન થવાની ચિંતામાં અધિકારીઓ મુકાયા છે.
જો કે હાલમાં આ આગ કયા કારણે લાગી તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. એવી આશંકા છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે.
ઉલ્લેખનીય છે કે, CBI ઓફીસમાં તમામ જરૂરી અને ગુપ્ત દસ્તાવેજો હાજર હોય છે. એટલા માટે આ આગની નાની ઘટના પણ મોટી બની જાય છે.
આ ઉપરાંત સીબીઆઈ બિલ્ડિંગના બેસમેંટમાં ટ્રાંસફોર્મર અને એસી સહિત વીજળી ઘણા ઉપકરણો પણ રાખવામાં આવે છે. તેથી આગ વિકરાળ સ્વરૂપ પણ લઈ શકે છે.