ન્યૂઝ કન્ટિન્યુઝ બ્યુરો ,
મુંબઈ ,2 એપ્રિલ 2021 ,
શુક્રવાર .
ઉત્તરપ્રદેશ ની સરહાનપુર અદાલતે મુસ્લિમ વુમન એક્ટ 2019 હેઠળ એક મહત્વ પૂર્ણ ચુકાદો આપ્યો છે. આતિયા સાબરી એ સરહાનપુર કોર્ટ માં ટ્રીપ્પલ તલાકના વિરૂદ્ધ કેસ જીતી ગઈ છે. જે પતિ પાસે થી તલાક બાદ ભરણ પોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે .
સરહાનપૂર કોર્ટ ના જજ નરેન્દ્ર કુમારે આપેલા ચુકાદા મુજબ આતિયા સાબરી ના પતિ એ આતિયા સહીત તેની બે પુત્રી ઓ ને દર મહિને 21000 રૂપિયા ભરણ પોષણ પેઠે ચૂકવવાના રહેશે..આતિયા એ 2015 માં તલાક વિરુદ્ધ કેસ કર્યો હતો.એટલે કે આતિયા ના પતિ એ અત્યાર સુધી ના બાકી રહેલા 13.44 લાખ રૂપિયા પણ આપવા પડશે . આતિયા ના પતિ એ આતિયા ને નવેમ્બર 2015 માં 20 લાખ ના દહેજ માટે અને બે છોકરીઓ ને જન્મ આપવા બદ્દલ તલાક આપ્યા હતા .ત્યારબાદ આતિયા સબરી એ કોર્ટ માં તલાક વિરુદ્ધ ભરણ પોષણ માટે કેસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ,ટ્રીપ્પલ તલાક વિરુદ્ધનો સૌ પ્રથમ શાહબાનો કેસ પણ બહુ ચર્ચા નો વિષય બન્યો હતો .વર્ષ 1978 માં શાહબાનો એ તેના પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો જે નો ચુકાદો 1985 માં આવ્યો હતો, શાહબાનો તે કેસ જીતી ગયી હતી.
