Site icon News Continuous Bureau | Mumbai

Fishing boat collides: મોટી દુર્ઘટના.. ગોવામાં ભારતીય નૌકાદળની સબમરીન ફિશિંગ બોટ સાથે અથડાઈ, આટલા માછીમારો લાપતા..

Fishing boat collides: ભારતીય નૌકાદળનું એક જહાજ ગુરુવારે સાંજે ગોવાના કિનારે 70 નોટિકલ માઈલ દૂર માર્થોમા નામના માછીમારીના જહાજ સાથે અથડાયું હતું. ભારતીય નૌસેનાએ આ માહિતી આપી છે. ભારતીય નૌકાદળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટક્કર સમયે માછીમારી બોટ માર્થોમામાં 13 ક્રૂ મેમ્બર સવાર હતા.

Fishing boat collides Indian Navy submarine collides with fishing vessel off Goa, 2 fishermen still missing

Fishing boat collides Indian Navy submarine collides with fishing vessel off Goa, 2 fishermen still missing

   News Continuous Bureau | Mumbai

Fishing boat collides : ગોવાના દરિયા કિનારે એક મોટી ઘટના બની છે. અહીં એક ફિશિંગ જહાજ ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું હતું. ફિશિંગ જહાજમાં ડ્રાઇવર સહિત 13 લોકો સવાર હતા. આ દુર્ઘટના બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં ભારતીય નૌકાદળના ઓછામાં ઓછા છ જહાજો અને એરક્રાફ્ટને તૈનાત કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

 

Fishing boat collides : 11 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા 

ભારતીય નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું કે, 13 ક્રૂ સભ્યો સાથેનું ભારતીય માછીમારી જહાજ ‘માર્થોમા’ 21 નવેમ્બરે ગોવાના ઉત્તર-પશ્ચિમમાં લગભગ 70 નોટિકલ માઇલ દૂર ભારતીય નૌકાદળની સબમરીન સાથે અથડાયું હતું. તેમણે કહ્યું, ઘટના પછી તરત જ, ભારતીય નૌકાદળે છ જહાજો અને વિમાનોની મદદથી મોટાપાયે શોધ અને બચાવ અભિયાન શરૂ કર્યું અને અત્યાર સુધીમાં 11 ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Election Result : મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પહેલા ભાજપે શરૂ કરી દીધી સરકાર બનાવવાની તૈયારી, હેલિકોપ્ટર અને હોટલ બુક..

 માછીમારી જહાજના બાકીના બે ક્રૂ સભ્યો માટે શોધ અને બચાવ પ્રયાસો ચાલુ છે અને મુંબઈ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) સાથે સંકલન કરવામાં આવી રહ્યા છે. નેવીએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે બચાવ પ્રયાસો વધારવા માટે કોસ્ટ ગાર્ડ સહિત વધારાના સંસાધનો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
Exit mobile version