Site icon

આજે રાત્રે આકાશમાં જોવા મળશે અદભુત નજારો, ચંદ્રમાની આસપાસ એક નહીં એકસાથે દેખાશે આ 5 ગ્રહો! બનશે સૌરમંડળની અતિ દુર્લભ ઘટના

five planet in the sky jupiter mercury venus uranus and mars see the rare sight after 28 march

આજે રાત્રે આકાશમાં જોવા મળશે અદભુત નજારો, ચંદ્રમાની આસપાસ એક નહીં એકસાથે દેખાશે આ 5 ગ્રહો! બનશે સૌરમંડળની અતિ દુર્લભ ઘટના

News Continuous Bureau | Mumbai

જો તમને ચંદ્ર અને તારાઓની દુનિયામાં રસ છે, તો 28 માર્ચે એટલે કે આજે તમને આકાશમાં એક અદ્ભુત નજારો જોવા મળશે. આ દિવસે આપણા સૌરમંડળના 5 ગ્રહો એક સીધી રેખામાં દેખાશે અને આ પાંચ ગ્રહોને પૃથ્વી પરથી સીધા જ જોઈ શકીશું.

બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને યુરેનસ આ પાંચ ગ્રહો રાત્રીનાં સમયે અર્ધચંદ્રકાર ચંદ્રની નજીક એક રેખામાં જોવા મળશે. આજની રાત્રીએ તમે આ દુર્લભ નજારો માણી શકશો. આ દુર્લભ ઘટના સૂર્યાસ્ત પછી જ દૂરબીન વડે જોઈ શકાય છે. મહત્વનું છે કે હાલમાં જ શુક્ર અને ચંદ્રનો પણ દુર્લભ યોગ જોવા મળ્યો હતો ત્યારે ઘણાં લોકોએ આ અદભૂત પળને પોતાના કેમેરામાં કેદ કરી હતી.

Join Our WhatsApp Community

ખગોળશાસ્ત્રીઓના મતે, પાંચ ગ્રહોમાં શુક્ર સૌથી તેજસ્વી દેખાય તેવી શક્યતા છે. બુધ અને ગુરુ ક્ષિતિજની નજીક જોઈ શકાય છે. આ સમય દરમિયાન યુરેનસને વધુ અંતરને કારણે જોવામાં મુશ્કેલી પડી શકે છે. આ દરમિયાન મંગળ અને ચંદ્ર ખૂબ નજીક જોવા મળશે. એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના બેથ બિલરના મેલઓનલાઈને જણાવ્યુ કે કેટલાક ગ્રહો બીજાની તુલનામાં વધારે જોવા મળશે. શુક્ર અને ગુરુ બન્ને ગ્રહો વધારે ચમકતા દેખાશે. એટલે તમે તેને આસાનીથી શોધી શકશો. તમે છેલ્લા કેટલાક અઠવાડિયામાં એક સાથે જોયા હશે.

આ સમાચાર પણ વાંચો :   મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો! પાલિકાએ તાબડતોબ લીધો આ નિર્ણય..

ખગોળશાસ્ત્રમાં તેને પ્લેનેટરી એલાઈનમેન્ટ કહેવામાં આવે છે. તેમાંથી બુધ થોડા સમય માટે જ જોઈ શકાય છે, કારણ કે તે સૂર્યની ખૂબ નજીક છે. આ પછી ગુરુ પણ અસ્ત કરશે. તેમની ઉપર તેજસ્વી શુક્ર હશે. તેની ઉપર લાલ ગ્રહ મંગળ હશે, જેને ચંદ્ર દ્વારા ટેકો મળશે. આ ગ્રહોને કોઈપણ સાધનની મદદ વગર નરી આંખે જ જોઈ શકાય છે. યુરેનસ મંગળ અને શુક્રની વચ્ચે હશે પરંતુ તેને ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાશે.

તો બીજી તરફ, અમેરિકન સ્પેસ એજન્સી નાસા આવતીકાલે થવા જઈ રહેલી આ ઘટના પર નજર રાખી રહી છે. નાસાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, “આ ઇવેન્ટનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે, જેથી સામાન્ય લોકોમાં અવકાશમાં રસ વધી શકે. ઘટના સમયે આ બધા ગ્રહો એક સીધી રેખામાં હશે નહીં, પરંતુ તેમના માટે નજીક હોવું તે અત્યંત દુર્લભ છે.

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version