Site icon

Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના ભક્તોનો પૂર… છ દિવસમાં આટલા લાખ રામ ભક્તોએ રામલલાના કર્યા દર્શાન..

Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ જ્યારથી રામ મંદિરનો પ્રવેશ દ્વાર ભક્તો માટે ખુલ્લો થયો છે. ત્યારથી રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. જે દિવસેને દિવસે વધતી જઈ રહી છે.

Flood of devotees of Ram temple in Ayodhya... In six days, so many lakhs of Ram devotees had darshan of Ramlala..

Flood of devotees of Ram temple in Ayodhya... In six days, so many lakhs of Ram devotees had darshan of Ramlala..

News Continuous Bureau | Mumbai

Ram Mandir: રામલલાના અભિષેક સમારોહ બાદ અયોધ્યામાં ( Ayodhya ) રામ ભક્તોનો પૂર આવી પડ્યુ છે. રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ( Devotees ) ભારે ભીડ ઉમટી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના માત્ર છ દિવસમાં, 18.75 લાખથી વધુ ભક્તોએ અયોધ્યામાં રામલલાના ( Ram Lalla ) દર્શન કર્યા છે અને ભવ્ય રામ મંદિરમાં પ્રાર્થના કરી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ, વ્યવસ્થાને કાળજીપૂર્વક ગોઠવવા માટે એક સમિતિની સ્થાપના કરવામાં આવી છે. ભક્તોને રામલલાના સારા દર્શન થાય તે સુનિશ્ચિત કરવાનું આ સમિતિનું કામ છે. 

Join Our WhatsApp Community

Yogi Adityanath, 

નોંધનીય છે કે, 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા ( Prana pratishtha ) બાદ 23 જાન્યુઆરીએ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. જે બાદ દેશના વિવિધ ભાગોમાંથી આવતા રામ ભક્તો રામ મંદિર પહોંચીને રામલલાના દર્શન કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે દરરોજ 2 લાખથી વધુ ભક્તો રામલાલના દર્શન ( Darshan ) કરવા અને પૂજા કરવા માટે આવે છે. અયોધ્યામાં દરરોજ ‘જય શ્રી રામ’ના નારા ગુંજી રહ્યા છે. ખાસ કરીને રવિવારે પણ રામ મંદિરમાં ભક્તોની સંખ્યામાં વધુ જ હતી .

આ સમાચાર પણ વાંચો :  Indian Army : ભારતીય સેનામાં ફિટનેસના નિયમો બદલાયા, હવે આવી જીવનશૈલી ધરાવતા જવાનો વિરૂદ્ધ લેવાશે એક્શન..

 વૃદ્ધો, બાળકો અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપોઃ ( Yogi Adityanath ) યોગી આદિત્યનાથ..

રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી રામ મંદિરમાં ભક્તોની સંખ્યા

23 જાન્યુઆરી – 5 લાખ
24 જાન્યુઆરી – 2.5 લાખ
25 જાન્યુઆરી – 2 લાખ
26 જાન્યુઆરી – 3.5 લાખ
27 જાન્યુઆરી – 2.5 લાખ
28 જાન્યુઆરી – 3.25 લાખ

નોંધનીય છે કે, સીએમ યોગીએ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ( Shri Ram Janmabhoomi Trust ) અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સીએમ યોગીએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં પણ રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને જન્મભૂમિ પથ પર ભક્તો હોય ત્યાં તેમને કતારમાં ઊભા રાખવાની વ્યવસ્થા હોવી જોઈએ અને ભીડ ન થવી જોઈએ. સીએમ યોગીએ કહ્યું કે દર્શન માટે આવનારા ભક્તોની કતાર ચાલતી રહેવી જોઈએ અને વૃદ્ધો, બાળકો અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version