Site icon News Continuous Bureau | Mumbai

NIA ની ચાર્જશીટમાં ખુલાસો : મનસુખ હિરેનને મારવા માટે ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્માને આ પોલીસ અધિકારીએ આપી હતી મોટી રકમ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર 

એન્ટિલિયા કેસમાં તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ વધુ એક ખુલાસો કર્યો છે. 

મનસુખ હિરેન હત્યાની સુપારી પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને આપવામાં આવી હતી. 

હત્યાના મુખ્ય કાવતરાખોર સચિન વાઝે અન્ય પોલીસકર્મી દ્વારા તેને હત્યા માટે "મોટી રકમ" ચૂકવવામાં આવી હતી અને તેણે તેના સાથી સંતોષ શેલાર મારફતે ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ કેસ ચાલુ વર્ષે 25 ફેબ્રુઆરીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ નિવાસસ્થાન પાસે વિસ્ફોટકોથી ભરેલી એસયુવી પ્રાપ્ત થવા સાથે સંબંધિત છે. 

થાણે સ્થિત બિઝનેસમેન મનસુખ હિરેને, જેમણે દાવો કર્યો હતો કે તેઓ એસયુવીના માલિક છે, તેઓ 5 માર્ચે થાણેની એક ખાડીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આઘાતજનક! મહારાષ્ટ્રના આ વિસ્તારમાં કુપોષણનો આતંક, 15 દિવસમાં આટલાં બાળકોનાં થયાં મોત; જાણો વિગત

Ram Mandir First CEO રામ મંદિરને મળ્યા પ્રથમ CEO, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારીઓ
Ram Mandir Trust New Trustees રામ મંદિર ટ્રસ્ટમાં ત્રણ નવા ટ્રસ્ટીઓની વરણી, આ નામો પર લાગી અંતિમ મહોર; જુઓ સંપૂર્ણ વિગત
Vijay Big Decision મુખ્યમંત્રી વિજયનો મોટો નિર્ણય આંદોલનકારી ખેડૂતો અને શિક્ષકો સામે નોંધાયેલા તમામ ફોજદારી કેસ પાછા ખેંચાયા
Mega Toll Scam ૧૦૦માંથી ₹૯૫ સીધા ખિસ્સામાં! વારાણસીથી મુંબઈ સુધી EDના દરોડા, જાણો દેશના સૌથી મોટા ટોલ કૌભાંડનો પર્દાફાશ
Exit mobile version