કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના ફઇના પુત્ર બલદેવસિંહ સાહનીનું નિધન થયું.
થોડા દિવસ અગાઉ તેઓને કોરોના ચેપ લાગ્યો હતો.
તેમણે રવિવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા અને સોમવારે કોવિડ ગાઇડલાઇન હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
બલદેવ સાહનીના અવસાનના સમાચાર મળતાની સાથે જ પંજાબના રાજપુરામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
