રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ તથા દેશના પૂર્વ કેન્દ્રીય મંત્રી અજીત સિંહનું આજે નિધન થઈ ગયું છે.
82 વર્ષના અજીત સિંહ 22 એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયા હતા.
તેમની તબિયત મંગળવાર રાતથી ખૂબ જ નાજુક હતી અને ગુરુગ્રામની પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
મીડિયા અહેવાલ અનુસાર કોરોના વાયરસ સંક્રમણના કારણે તેમના ફેફસામાં વાયરસ ફેલાઈ ગયો હતો.
તેઓ ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા ગણાતા હતા અને બાગપતથી 7 વાર સાંસદ તથા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રહી ચૂક્યા હતા.
પેટ્રોલ-ડીઝલ સતત ત્રીજા દિવસે મોંઘા થયા, જાણો આજના નવા ભાવ..