Free Aadhaar Update : આ તારીખ પછી નહીં થાય મફતમાં આધાર અપડેટ, અપડેટ કરાવવા માટે ચૂકવવો પડશે ચાર્જ..

Free Aadhaar Update : આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માટે સરકારે 14મી જૂન 2024ની તારીખ નક્કી કરી છે અને આ 14મી જૂન માટે માત્ર થોડા દિવસો બાકી છે. આ તારીખ સુધી તમે તમારું આધાર ફ્રીમાં અપડેટ કરી શકો છો.

Free Aadhaar Update Last Few Days Left To Update Your Aadhaar Details Online For Free

Free Aadhaar Update Last Few Days Left To Update Your Aadhaar Details Online For Free

 News Continuous Bureau | Mumbai

Free Aadhaar Update : ભારતમાં, લોકો પાસે વિવિધ હેતુઓ માટે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. જેમાં આધાર કાર્ડ પણ મહત્વનો દસ્તાવેજ છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઘણી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ એ ભારતમાં સૌથી સામાન્ય ઓળખ કાર્ડ છે. UIDAI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતમાં લગભગ 90 ટકા લોકો પાસે આધાર કાર્ડ છે. એટલે કે લગભગ 125 કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે. 

Join Our WhatsApp Community

Free Aadhaar Update : 14 જૂન 2024 છે છેલ્લી તારીખ

ઘણીવાર આધાર કાર્ડ બનાવતી વખતે લોકો દ્વારા કેટલીક માહિતી ખોટી રીતે દાખલ કરવામાં આવે છે. પરંતુ UIDAI દ્વારા આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવાની પણ જોગવાઈ છે. તાજેતરમાં UIDAIએ જે લોકોના આધાર કાર્ડ 10 વર્ષ જૂના છે. તે બધાને અપડેટ કરવા પડશે. જોકે ઘણા આધાર વપરાશકર્તાઓએ 10 વર્ષથી તેમના આધાર કાર્ડને અપડેટ કર્યું નથી. 

આ સમાચાર પણ વાંચો: Lok Sabha Elections 2024: નવી સરકારના રચના પહેલા દબાણની રાજનીતિ શરૂ, જેડીયુ અને ટીડીપીએ NDA સમક્ષ આ શરતો મૂકી..

આવી સ્થિતિમાં, UIDAIએ આધાર વપરાશકર્તાઓ માટે ઓનલાઈન ફ્રી અપડેટની સુવિધા પૂરી પાડી છે. આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2024 (શુક્રવાર) છે. તે પછી તમારે અપડેટ કરાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે. એટલે કે તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માટે તમારી પાસે માત્ર 10 દિવસ બાકી છે. 

 Free Aadhaar Update : અપડેટ માટે આ દસ્તાવેજોની જરૂર પડશે

આધાર અપડેટ માટે, તમારે બે મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડશે. પહેલું ઓળખપત્ર અને બીજું એડ્રેસ પ્રૂફ. સામાન્ય રીતે, આધાર અપડેટ માટે આધાર કેન્દ્ર પર 50 રૂપિયાની ફી લેવામાં આવે છે, પરંતુ UIDAI અનુસાર, આ સેવા 14 જૂન સુધી મફત છે. તમે ઓળખના પુરાવા તરીકે PAN કાર્ડ અને સરનામા માટે મતદાર કાર્ડ આપી શકો છો.

 Free Aadhaar Update : આ વિગતો અપડેટ કરી શકો છો

UIDAI અનુસાર, તમે તમારા આધાર કાર્ડમાં ઘરનું સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે જેવી વિગતો અપડેટ કરી શકો છો. જોકે ફોટો, બાયોમેટ્રિક, આઇરિસ જેવી વિગતો અપડેટ કરવા માટે આધાર યુઝર્સને આધાર કેન્દ્ર પર જવું પડશે.

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
PM Narendra Modi: વિશ્વભરમાં મોદી મેજિક! હવે ઇથોપિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, જાણો અત્યાર સુધી કેટલા દેશોએ PM ને સન્માનિત કર્યા
Exit mobile version