Site icon News Continuous Bureau | Mumbai

આત્મનિર્ભરતા તરફ પહેલું કદમ. PPE કીટ, ફેસ માસ્ક અને ફાર્મા ક્ષેત્રે ભારત બન્યું નિકાસકાર.. જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

18 ઓગસ્ટ 2020 

આર્થિક મંદી માંથી બહાર નીકળી વાનો સૌથી પહેલું કદમ છે આત્મનિર્ભર બનવું. દેશને આત્મનિર્ભર બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક દેશવાસીઓને અપીલ કરી હતી. પ્રધાનમંત્રીના એક આહવાને દેશના કરોડો લોકોએ ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ લિધો છે. દેશમાં જ્યારે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારે ભારતમાં એકપણ પીપીઈ કીટ બનતી ન હતી. આજે દેશ પીપીઈ કિટનું મેન્યુફેકચરિંગ કરવામાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ચીન પછી ભારતમાં હાલ રોજ 5 લાખ પીપીઈ કિટ બની રહી છે.

ભારતમાં કિટ ઉત્પાદન માત્ર દેશ પુરતું મર્યાદિત નથી, ભારત અમેરિકા અને બ્રિટન જેવા દેશોને પણ નિકાસ કરે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, જુલાઈમાં અમેરિકા-બ્રિટન અને UAE સહિત 5 દેશોને, ભારતે 23 લાખ પીપીઈ કિટ એક્સપોર્ટ કરી છે. આ સાથે જ ભારતે માસ્ક બનાવવાની કેપિસિટી પણ વધારી દીધી છે. દેશમાં રોજ 3 લાખથી વધુ N-95 માસ્ક બની રહ્યાં છે

ભારતે આત્મનિર્ભરનો મજબૂત પાયો નાખવા પીપીઈ કિટ અને માસ્ક સુધી નિર્ભર રહેતાં ફાર્મા પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ પણ વધારી દીધું છે. એપ્રિલથી જૂનની વચ્ચે ત્રણ મહિનામાં ફાર્મા પ્રોડકટ્સના ઈમ્પોર્ટમાં 1.41 ટકાનો ઘટાડો આવ્યો છે. ગત વર્ષે એપ્રિલથી જૂનની વચ્ચે ભારતે બીજા દેશોમાંથી 4 હજાર 172 કરોડ રૂપિયાની ફાર્મા પ્રોડક્ટસ મંગાવી હતી. જ્યારે આ વર્ષે ત્રણ મહિનામાં ભારતે 4 હજાર 113 કરોડ રૂપિયાના ફાર્મા પ્રોડક્ટ આયાત કર્યા છે. એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ફાર્મા પ્રોડક્ટસના ઈમ્પોર્ટમાં 58 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.. આમ પાછલાં 3 મહિનામાં 3થી વધુ પ્રોડક્ટ માં આપણે આત્મનિર્ભર થયાં છે. અને બીજા ઘણા એવા સેકટર છે જયાં વધુ ઉત્પાદન ના પ્રયાસો થઇ રહયાં છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version