ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
29 ઓક્ટોબર 2020
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (એનએચએઆઈ) અધિકારીઓને બરાબર ખખડાવ્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના બિલ્ડિંગનું રવિવારે તેમણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, 2008 માં મંજૂર થયેલો પ્રોજેક્ટ 2020 માં પૂરો થાય એ કંઈ મારા માટે ગૌરવની વાત નથી. જે અધિકારીઓએ આ પ્રોજેક્ટ ટલ્લે ચડાવવાનું કામ કર્યું છે એ સૌ કોઈના ફોટા બિલ્ડિંગની ઓફિસમાં લટકાવજો જેથી, આવનારા લોકોને તેમની કાર્યક્ષમતા ખબર પડે.
દ્વારકામાં એનએચએઆઇની નવી બિલ્ડિંગના ઉદ્દઘાટન પ્રસંગે ગડકરીએ કહ્યું કે, એનએચએઆઇમાં ઉપરથી લઈને નીચે સુધી સુધારાની બહુ જરૂર છે, હવે એવા નૉન પરફોર્મિંગ એસેટ્સ (કામ ના કરનારા અધિકારી) ને બહારનો રસ્તો બતાવવાની જરૂર છે, જે વસ્તુઓ ને ઊંઘી રીતે કરે છે, અને અડચણો ઉભી કરે છે. તેમને કહ્યું- 50 કરોડનો આ પ્રૉજેક્ટ 2008માં નક્કી કરવામાં આવ્યો હતો, આનુ ટેન્ડર 2011માં નીકળ્યુ હતુ અને હવે તે નવ વર્ષ બાદ પુરો થયો છે.
પોતાનો રોષ પ્રગટ કરતાં ગડકરી એ કહ્યું કે નેશનલ હાઇવે ઓથોરિટીના ભ્રષ્ટ્ર અને નિકમ્મા લોકો એટલા પાવરફૂલ છે કે મંત્રાલયમાંથી સૂચના આવ્યા પછી પણ એ લોકો ખોટા નિર્ણયો લેવાનું બંધ નથી કરતા. આવા નોન-પર્ફોર્મિંગ એસેટ જેવા અધિકારીઓ નોકરીને પણ લાયક હોતા નથી, પરંતુ છતાં તેમને પ્રોત્સાહન મળતું રહે છે’.