Site icon

Gaganyaan: ભારતે ગગનયાન મિશન માટે પસંદ કર્યા અવકાશયાત્રીઓ, ચાર અવકાશયાત્રી હવે રચશે ઈતિહાસ

Gaganyaan: આ ચારેય વિંગ કમાન્ડર અથવા ગ્રુપ કેપ્ટન છે. ચારેય અવકાશયાત્રીઓ અવકાશમાં જવા માટે હાલ બેંગલુરુમાં તાલીમ લઈ રહ્યા છે. મંગળવારે પીએમ મોદી તેમને ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં મળી શકે છે.

Gaganyaan India selected astronauts for Gaganyaan mission, four astronauts will now create history..

Gaganyaan India selected astronauts for Gaganyaan mission, four astronauts will now create history..

News Continuous Bureau | Mumbai 

Gaganyaan: ભારત હવે અવકાશમાં માનવ મોકલવાની ખૂબ નજીક છે. ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા પણ ગગનયાન મિશન ( Gaganyaan Mission ) પર પ્રગતિ વિશે સતત માહિતી આપતું રહે છે. દરમિયાન, એવા સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે દેશના સંભવિત અવકાશયાત્રીઓને ( astronauts ) મળવાના છે. જેમને અવકાશમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

જો કે, હજુ સુધી સરકાર દ્વારા અવકાશયાત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મિડીયા રિપોર્ટ મુજબ ભારતમાંથી ( India ) ચાર નામ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને ચૌહાણનો સમાવેશ થાય છે. હાલમાં તેમના પૂરા નામ વિશે માહિતી મળી નથી.

  ISRO દ્વારા આ ચાર લોકોને પ્રારંભિક તાલીમ માટે રશિયા મોકલવામાં આવ્યા હતા: અહેવાલ..

કહેવામાં આવી રહ્યું છે કે આ ચારેય વિંગ કમાન્ડર અથવા ગ્રુપ કેપ્ટન છે. ચારેય અવકાશયાત્રીઓ અવકાશમાં જવા માટે હાલ બેંગલુરુમાં તાલીમ લઈ રહ્યા છે. મંગળવારે પીએમ મોદી ( PM Modi ) તેમને ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં મળી શકે છે. ખાસ વાત એ છે કે ગગનયાન મિશન સફળ થયા બાદ ભારત અંતરિક્ષમાં માનવ મોકલનાર ચોથો દેશ બની જશે.

આ સમાચાર પણ વાંચો : Neha laxmi iyer: ઇશ્કબાઝ ફેમ અભિનેત્રી નેહા લક્ષ્મી અય્યરે એ આ રીતિ-રિવાજ મુજબ રૂદ્રયશ જોશી સાથે કર્યા લગ્ન, વાયરલ થયો વિડીયો

મિડીયા રિપોર્ટમાં વધુમાં જણાવ્યા અનુસાર, ગગનયાન મિશનમાં રસ દાખવનારા ટેસ્ટ પાઇલટ્સમાંથી ( test pilots ) માત્ર 12 જ પસંદગીના પ્રથમ તબક્કાને પાર પાડી શક્યા. આ ટેસ્ટનું આયોજન વર્ષ 2019માં ઈન્સ્ટિટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયન એરફોર્સ એટલે કે બેંગલુરુમાં આઈએએફ હેઠળ કરવામાં આવ્યું હતું. પસંદગી પ્રક્રિયાના ઘણા રાઉન્ડ પછી, IAM એ ચાર નામોને મંજૂરી આપી હતી.

તેમજ એવા પણ અહેવાલો છે કે, વર્ષ 2020 માં, ISRO દ્વારા આ ચાર લોકોને પ્રારંભિક તાલીમ માટે રશિયા મોકલવામાં આવ્યા હતા. તાલીમ વર્ષ 2021 માં અટકી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-19ને કારણે ટ્રેનિંગ પૂર્ણ કરવામાં સમય લાગ્યો હતો.

નોંઘનીય છે કે, થોડા દિવસો પહેલા ઈસરોએ ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ પૂર્ણ થવાની માહિતી આપી હતી. ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું હતું કે CE20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે ‘માનવ રેટેડ’ છે. વધુ માહિતી આપવામાં આવી હતી કે, ‘કઠોર પરીક્ષણ પછી, એન્જિનની કાર્યક્ષમતા જાહેર કરવામાં આવી છે…’ખાસ વાત એ છે કે હવે આ એન્જિન LVM3 વાહનના ઉપરના સ્ટેજને પાવર આપશે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version