ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર
દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતના દિલ્હીમાં આજે આર્મી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
બીપિન રાવત અને મધુલિકા રાવતની દીકરીઓએ અંતિમ સંસ્કાર કર્યા છે.
દેશ માટે 43 વર્ષ ખપાવી દેનાર આ મહાન સૈનિકનાં સન્માનમાં તેમના અંતિમ સંસ્કારમાં 17 તોપોની સલામી આપવામાં આવી હતી.
અંતિમ સંસ્કારમાં 800 જવાનો હાજર રહ્યા હતા અને સલામી આપી હતી.
દિલ્હીમાં તેમની અંતિમ યાત્રામાં રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી હતી.
