Site icon

ગુલામ નબી આઝાદને આંચકો તો J&Kથી રાહુલ ગાંધી માટે સારા સમાચાર; આજે આટલા નેતાઓની થઇ ઘર વાપસી

કોંગ્રેસનો સાથ છોડીને પોતાની નવો પક્ષ ‘ડેમોક્રેટિક આઝાદ પક્ષ’ બનાવનાર ગુલામ નબી આઝાદને આજે મોટો ઝટકો લાગ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીને નવી તાકાત મળી છે. ભારત જોડો યાત્રા શ્રીનગરમાં પ્રવેશે તે પહેલા જ ગુલામ નબી આઝાદની પાર્ટી ‘ડેમોક્રેટિક આઝાદ પક્ષ’માંથી રાજીનામું આપી પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ સહિત 17 મોટા નેતાઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે

Ghar Wapsi Of Netas Who Left Congress With Ghulam Nabi Azad

ગુલામ નબી આઝાદને આંચકો તો J&Kથી રાહુલ ગાંધી માટે સારા સમાચાર; આજે આટલા નેતાઓની થઇ ઘર વાપસી

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસનો ( Congress  ) સાથ છોડીને પોતાની નવો પક્ષ ‘ડેમોક્રેટિક આઝાદ પક્ષ’ બનાવનાર ગુલામ નબી આઝાદને ( hulam Nabi Azad ) આજે મોટો ઝટકો લાગ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીને નવી તાકાત મળી છે. ભારત જોડો યાત્રા શ્રીનગરમાં પ્રવેશે તે પહેલા જ ગુલામ નબી આઝાદની પાર્ટી ‘ડેમોક્રેટિક આઝાદ પક્ષ’માંથી રાજીનામું આપી પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ સહિત 17 મોટા નેતાઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે. જ્યારે ગુલામ નબી આઝાદે ડેમોક્રેટિક આઝાદ પાર્ટી બનાવી હતી, ત્યારે આ તમામ નેતાઓ તેમાં જોડાયા હતા.

Join Our WhatsApp Community

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ નેતાઓને પાર્ટીમાં આવકાર્યા હતા. વેણુગોપાલે કહ્યું કે ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશે તે પહેલા અમારા ઘણા નેતાઓ ઘરે પરત ફરી રહ્યા છે. બહુ જ ખુશીની વાત છે. તારા ચંદ, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પીરઝાદા મોહમ્મદ અને અન્ય 15 નેતાઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે.

આ સમાચાર પણ વાંચો :  સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો, શિવડી કોર્ટે જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ, હવે આ તારીખે થશે સુનાવણી.. જાણો શું છે સમગ્ર મામલો

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં DAPના ઘણા વધુ નેતાઓ કોંગ્રેસમાં પાછા ફરશે. આઝાદે ગયા વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને પછી DAPની સ્થાપના કરી હતી. પાર્ટીની રચનાના થોડા અઠવાડિયા પછી તેમાં મતભેદ શરૂ થઈ ગયો. તારા ચંદ અને અન્ય કેટલાક નેતાઓને DAPમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Middle East War Tensions: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો ભણકારો ટ્રમ્પની ધમકી બાદ ભારત સહિત અનેક દેશોએ દૂતાવાસ ખાલી કર્યા; દુનિયાભરમાં હાઈ એલર્ટ!.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Exit mobile version