Site icon

Festive Special Trains: રેલવે મુસાફરોને ભારતીય રેલવેની ભેટ! દિવાળી દરમિયાન દોડાવશે 6556 વિશેષ ટ્રેનો, પશ્ચિમ રેલવે ચલાવશે 100થી વધુ ફેસ્ટિવ ટ્રેનો.

Festive Special Trains: ભારતીય રેલવે દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન 6556 વિશેષ ટ્રેનો દોડાવશે.પશ્ચિમ રેલવે વિવિધ સ્થળો માટે 2315 ટ્રીપ સાથે ચલાવશે 100 થી વધુ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનો.

Gift of Indian Railways to railway passengers! 6556 special trains will run during Diwali

Gift of Indian Railways to railway passengers! 6556 special trains will run during Diwali

News Continuous Bureau | Mumbai

Festive Special Trains: ભારતીય રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 સુધી દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે તૈયાર છે. તહેવારો દરમિયાન દર વર્ષે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે છે અને આ વર્ષે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. તેમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે હજુ પણ સમગ્ર ભારતીય રેલવે  માં સૌથી વધુ છે. 

Join Our WhatsApp Community

નોંધનીય છે કે દુર્ગા પૂજા, દિવાળી અને છઠના તહેવારો દરમિયાન દેશભરમાં લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તેમને સરળ અને આરામદાયક મુસાફરી પ્રદાન કરવા માટે, ભારતીય રેલવે એ આ વર્ષે ફરીથી આ સ્પેશિયલ  ટ્રેનો ( Special Trains ) ચલાવવાની તૈયારી કરી છે. આગામી બે મહિનામાં આ સ્પેશિયલ ટ્રેનો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડશે. ગયા વર્ષે, ભારતીય રેલ્વેએ કુલ 4429 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી, જેમાં લાખો મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ મળ્યો હતો.

દર વર્ષે મોટી સંખ્યામાં લોકો દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવે છે. આ તહેવારો ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે માત્ર ધાર્મિક મહત્વ ધરાવતા નથી, પરંતુ તેમના પરિવારોને મળવાની એક મહત્વપૂર્ણ તક પણ પૂરી પાડે છે. 

તહેવારોની સિઝનમાં ( Indian Railways ) મુસાફરોના ભારે ધસારાને કારણે મોટાભાગની ટ્રેનોમાં ટિકિટ બે-ત્રણ મહિના અગાઉથી વેઇટિંગ લિસ્ટમાં આવી જાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, ભારતીય રેલ્વે આ વર્ષે તહેવારોની સિઝનમાં ફરી એકવાર સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Bharat Ratna Ratan Tata: ‘રતન ટાટાને મળે ભારત રત્ન’, શિંદે જૂથના આ નેતાએ મુક્યો પ્રસ્તાવ, કેબિનેટમાં થયો પાસ…

પશ્ચિમ રેલવેના ( Western Railway ) મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, આ વર્ષે પશ્ચિમ રેલવેએ તહેવારોની સિઝન દરમિયાન મુસાફરીની વધેલી માંગને પહોંચી વળવા ઑક્ટોબર 2024 થી ડિસેમ્બર 2024 સુધી કુલ 2315 ટ્રિપ્સ સાથે 106 સ્પેશ્યિલ ટ્રેનોને સૂચિત કરી છે. છે. આ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઉત્તર-પૂર્વ વગેરે જેવા સ્થળો માટે ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે  મુંબઈથી દેશના વિવિધ ભાગોમાં 14 જોડી સ્પેશ્યિલ ટ્રેનો ચલાવી રહી છે. ઉપરાંત, મુસાફરોની વિશાળ માંગને પહોંચી વળવા માટે, સુરત/ઉધના, વાપી, વલસાડથી 14 જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે 21 જોડી ટ્રેનો સુરત/ઉધના અથવા ભેસ્તાનમાંથી પસાર થઈ રહી છે. તેવી જ રીતે ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, હાપા, ઓખા, રાજકોટ, ભાવનગર ટર્મિનસ વગેરે તેમજ મધ્યપ્રદેશના ઈન્દોર, ડો. આંબેડકર નગર, ઉજ્જૈનથી પણ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Exit mobile version