Site icon

આખરે ભારતમાં ફૂડ ટ્રેન્ડ કેવો છે? જાહેર થયો ગોદરેજ ફૂડ ટ્રેન્ડ્સ રિપોર્ટ 2023 . ઘણી રોચક માહિતી સામે આવી.

ભારત જ્યારે વૈશ્વિક સ્તરે ઉડાન લઈ રહ્યું છે ત્યારે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ અનેક મોટા બદલાવો જોવા મળશે. તેમ જ ભારતમાં આવેલા વિદેશી મહેમાનો અને ભારતીય ના સ્વાદમાં પણ ઘણા બદલાવ જોવા મળી શકે છે. તેમ જ અનેક ભારતીય વાનગીઓ લોકોના મેન્યુમાં કાયમ સ્થાન જાળવી રાખશે. હાલમાં જ ધ ગોદરેજ ફૂડ્સ ટ્રેન્ડ્સ રિપોર્ટ 2023 જાહેર કરવામાં આવ્યો. . આ રિપોર્ટની છઠ્ઠી આવૃત્તિ છે.

Godrej Food Trends report 2023. Many testy outcomes

આખરે ભારતમાં ફૂડ ટ્રેન્ડ કેવો છે? જાહેર થયો ગોદરેજ ફૂડ ટ્રેન્ડ્સ રિપોર્ટ 2023 . ઘણી રોચક માહિતી સામે આવી.

News Continuous Bureau | Mumbai

ગોદરેજ ફૂડ્સ ટ્રેન્ડ્સ રિપોર્ટ 2023, બનાવવા માટે 350 થી વધુ લોકોના મંતવ્ય જાણવામાં આવ્યા હતા. જેમાં સેલિબ્રિટી શેફ, હોમ શેફ, પ્રોફેશનલ શેફ, ફૂડ બ્લોગર્સ, હેલ્થ પ્રોફેશનલ્સ, મીડિયા પ્રોફેશનલ્સ, મિકસલોજિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ, રેસ્ટોરેટ્સ, સોમેલિયર્સ, ફૂડ પ્રોડ્યુસર્સ અને વધુનો સમાવેશ થાય છે. આ રિપોર્ટમાં સહભાગી થનાર દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રનું એક જાણીતું નામ છે.

Join Our WhatsApp Community

ગોદરેજ ફૂડ્સ ટ્રેન્ડ્સ રિપોર્ટ 2023 માંથી કેટલીક મહત્વપૂર્ણ બાબતો નીચે મુજબ છે:

• સ્થાનિક રીતે ઉત્પાદિત થનાર વ્યંજનો લોકોની પસંદ છે.

રિપોર્ટમાં સહભાગ લેનાર લોકોએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ઉત્પાદિત થનાર વ્યંજનો લોકોની પસંદ છે. 62% પેનલે આ વાતને સમર્થન આપ્યું હતું.

• કાચો માલ ખરીદવાની પદ્ધતિ –

રિપોર્ટમાં સહભાગ થનાર 76% પેનલ આગાહી કરી છે કે લોકો સ્થાનિક ખેડૂતો અને ખાદ્ય ઉત્પાદકો પાસેથી ઉત્પાદકો સીધી ખરીદી કરે છે. 70% ની આગાહી છે કે મોસમી અને સ્થાનિક ઘટકો જેમ કે દેશી ચોખા અને બાજરીની જાતો, દૂધી, સફરજન, ભીંડા ની 2023માં વધુ માંગ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો:  આ ભૂલો કરવાથી સ્માર્ટફોનને થઈ શકે છે નુકસાન, જુઓ કઈ છે ભૂલો

• ટ્રાવેલિંગ બાર્સ અને રેસ્ટોરાંનો વધારો: 71% પેનલ અનુમાન કરે છે કે અન્ય શહેરોમાં શેફ / મિક્સોલોજિસ્ટ / રેસ્ટોરન્ટ સાથે બારએ મુસાફરોની તેમજ ટુરિસ્ટની પહેલી પસંદ હશે.

• 75% પેનલ માને છે કે ઉત્તરપૂર્વના રાજ્યો એવા છે જ્યાં લોકો વધુ પ્રવાસ કરી શકે છે તેમજ ત્યારબાદ ગોવા (73%), તમિલનાડુ (60%) અને ઉત્તરાખંડ (58%). જ્યારેકે વૈશ્વિક સ્તરે, પેનલની આગાહી છે કે લોકો દક્ષિણ કોરિયા (53%) પછી વિયેતનામ (52%) અને સ્પેન (45%)ની મુલાકાત લેશે.

• ફૂડ કન્ટેન્ટ – 75% નિષ્ણાત પેનલ અનુમાન કરે છે કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને શોર્ટ-ફોર્મ વિડિયો કન્ટેન્ટ ટ્રેન્ડ થશે

• પીણાં – 72% પેનલ અનુમાન કરે છે કે 2023માં ભારતીય મૂળના, કારીગરોની કોફી અને ચામાં વધારો જોવા મળશે.

• મીઠાઈઓ: 99% નિષ્ણાતોના મતે પરંપરાગત ભારતીય મીઠાઈની માંગ રહેશે. તેમજ આવનાર સમયમાં ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશ જેવા વિસ્તારની મીઠાઈઓ લોકો વધુ પસંદ કરી શકે છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version