Site icon News Continuous Bureau | Mumbai

Gold Smuggling Video : સોનાની દાણચોરી માટે મુસાફરે અજમાવી ગજબની યુક્તિ; કોઈ સપનામાં પણ ન વિચારી શકે એવી રીતે લવાયું! જુઓ વિડીયો

Gold Smuggling Video : દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) ના કસ્ટમ અધિકારીઓએ સોનાની દાણચોરીના આરોપસર એક પતિ-પત્નીની ધરપકડ કરી છે. આ દંપતી પાસેથી 1.9 કિલો સોનું મળી આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત 1 કરોડ 41 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ દંપતી બહેરીનથી ભારત પરત ફર્યું હતું અને ટ્રોલી બેગમાં વાયરના રૂપમાં છુપાવેલું સોનું લાવ્યું હતું.

Gold Smuggling Video 1.94 kg Gold worth Rs 1.41 crores found in Trolley Bag Metal Linings!

Gold Smuggling Video 1.94 kg Gold worth Rs 1.41 crores found in Trolley Bag Metal Linings!

News Continuous Bureau | Mumbai

 Gold Smuggling Video : દિલ્હીના IGI એરપોર્ટ પર સોનાની અનોખી દાણચોરી હવે પ્રકાશમાં આવી છે. વાસ્તવમાં, દાણચોરો એરપોર્ટ પર સોનું, ચાંદી, હીરા અને કેટલીક વખત નશીલા પદાર્થોની દાણચોરી કરે છે. આ વખતે પણ દાણચોરોએ દાણચોરીની અનોખી પદ્ધતિ શોધી કાઢી IGI એરપોર્ટ પર સોનાની દાણચોરીનો અનોખો પ્રયાસ કર્યો હતો જેને નિષ્ફળ બનાવાયો હતો. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) ના કસ્ટમ અધિકારીઓએ સોનાની દાણચોરીના આરોપસર એક દંપતીની ધરપકડ કરી છે. દંપતી પાસેથી 1.9 કિલો સોનું મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 1.5 કરોડ રૂપિયા છે. આરોપી દંપતી બહેરીનથી ભારત પરત ફર્યું હતું.

Join Our WhatsApp Channel

Gold Smuggling Video : જુઓ વિડીયો 

મીડિયા રિપોર્ટ અહેવાલ મુજબ, કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘તપાસ દરમિયાન, પુરુષ મુસાફરની ટ્રોલી બેગમાંથી દોઢ કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું. આ સોનું 15 ચાંદી જેવા વાયરના રૂપમાં છુપાયેલું હતું. તેવી જ રીતે, એક મહિલા મુસાફરની ટ્રોલી બેગમાંથી મળી આવેલા 4 ચાંદી જેવા વાયરના રૂપમાં સોનું છુપાવવામાં આવ્યું હતું.

 Gold Smuggling Video : દંપતી પાસેથી બે કિલો સોનું મળી આવ્યું

 Gold Smuggling Video : 1.94 kg Gold worth Rs 1.41 crores found in Trolley Bag Metal Linings! 

 

 Gold Smuggling Video : દાણચોરીના ઘણા કિસ્સાઓમાં વધારો  

કસ્ટમ વિભાગે જણાવ્યું હતું કે બે મુસાફરો પાસેથી લગભગ બે કિલોગ્રામ (1.9 કિલો) સોનું જપ્ત કરવામાં આવ્યું છે. બજારમાં તેની અંદાજિત કિંમત 1 કરોડ 41 લાખ રૂપિયા છે. કસ્ટમ અધિકારીઓએ દંપતીની ધરપકડ કરી છે અને આ કેસની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. કસ્ટમ્સ વિભાગે આ કાર્યવાહીની માહિતી આપી અને કહ્યું કે આ કેસમાં અન્ય સંભવિત કડીઓની તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં, IGI એરપોર્ટ પર સોનાની દાણચોરીના ઘણા કિસ્સાઓ નોંધાયા છે. આવી દાણચોરી અટકાવવા માટે કસ્ટમ વિભાગે તેની ચેકિંગ પ્રક્રિયા વધુ કડક બનાવી છે.

કસ્ટમ્સ વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય અને જો તેઓ આવા કોઈ કિસ્સાઓ સામે આવે તો અધિકારીઓને જાણ કરે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

IndiaRussia Defense Partnership હવે ભારતનું કંઈ નહીં બગાડી શકે ચીનપાકિસ્તાન, મિત્ર રશિયાનો મોટો ઓફર; બદલાશે એશિયાનું શક્તિ સંતુલન
Puja in running train ચાલતી ટ્રેનમાં પૂજાપાઠનો વીડિયો વાયરલ 3 લાખનું એડવાન્સ પેમેન્ટ અને સ્પેશિયલ કોચ, હનીમૂન ડેકોરેશન બાદ સેલૂન કોચને લઈને વિવાદ
Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Supreme Court Order નાગરિકતા વિવાદમાં મોટો ચુકાદો, ગુવાહાટી હાઈકોર્ટનો ચુકાદો પલટાવતી સુપ્રીમ કોર્ટ, 27 વ્યક્તિઓને મોટી રાહત.
Exit mobile version