Site icon News Continuous Bureau | Mumbai

Gold Smuggling Video : ગજબ… આ મુસાફર કલ્પના પણ ન થાય એ રીતે દિલ્હી એરપોર્ટ પર છુપાવીને લાવ્યો 379 ગ્રામ સોનું; વીડિયો જોઈ મગજ ચકરાઈ જશે..

Gold Smuggling Video : દિલ્હીના IGI એરપોર્ટ પર સોનાની અનોખી દાણચોરી હવે પ્રકાશમાં આવી છે. વાસ્તવમાં, દાણચોરો એરપોર્ટ પર સોનું, ચાંદી, હીરા અને કેટલીક વખત નશીલા પદાર્થોની દાણચોરી કરે છે. આ વખતે પણ દાણચોરોએ દાણચોરીની અનોખી પદ્ધતિ શોધી કાઢી IGI એરપોર્ટ પર સોનાની દાણચોરીનો અનોખો પ્રયાસ કર્યો હતો જેને નિષ્ફળ બનાવાયો હતો.

Gold Smuggling Video Gold worth rs 29 lakh concealed as metal buttons seized at IGI airport in Delhi

Gold Smuggling Video Gold worth rs 29 lakh concealed as metal buttons seized at IGI airport in Delhi

News Continuous Bureau | Mumbai

 Gold Smuggling Video : સોનાની દાણચોરી કરવા માટે મુસાફરો અવનવા જુગાડ અજમાવતા હોય છે.  વધુ એક વખત સોનાની દાણચોરી પકડાઈ છે. જે ભલભલાને ગોથે ચડાવે એવી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર કસ્ટમ અધિકારીઓએ દાણચોરી કરનારા  મુસાફરોને પડકી પાડ્યા છે. ગત 6 જાન્યુઆરી, 2025 ના રોજ એક ભારતીય મુસાફર તેના કપડાના બટનોમાં  સોનું છુપાવીને લાવી રહ્યો હતો. આ મુસાફર ફ્લાઇટ નંબર SV-756 મારફતે સાઉદી અરેબિયાના જેદ્દાહથી દિલ્હી પહોંચ્યો હતો.

Join Our WhatsApp Community

Gold Smuggling Video : દિલ્હી એરપોર્ટ પર સોનાની દાણચોરી

 

Gold Smuggling Video : આ રીતે  બહાર આવ્યો સમગ્ર મામલો

દરમિયાન પેસેન્જર એરપોર્ટ પર ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે કસ્ટમ અધિકારીઓએ પેસેન્જરને શંકાના આધારે અટકાવ્યો હતો. આ પછી જ્યારે તેના સામાનની તપાસ કરવામાં આવી અને સ્કેન કરવામાં આવ્યું તો સમગ્ર મામલો બહાર આવ્યો. તપાસ દરમિયાન, સિલ્વર પ્લેટેડ રિંગ મળી આવી, જે ખરેખર 24 કેરેટ સોનાની હતી. આ રિંગોને કપડાંના બટનનું સ્વરૂપ આપીને છુપાવવામાં આવી હતી. દાણચોરી દ્વારા ભારતમાં લાવવામાં આવતા સોનાનું વજન 379 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું, જેની કુલ કિંમત 29 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Gold Smuggling: તસ્કરોની એર કોમ્પ્રેસરની યુક્તિ નિષ્ફળ, ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટ પર આટલા કરોડનું સોનું જપ્ત કર્યું..

 જોકે કે આ પહેલીવાર નથી. એરપોર્ટ પરથી અવાર નવાર સોના-ચાંદી સહિત ડ્રગ્સનો સામાન જપ્ત કરવામાં આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version