Site icon News Continuous Bureau | Mumbai

Bharat Gas Home Delivery Restart 2026। ભારત ગેસના ગ્રાહકોની થઈ ગઈ મોજ કંપનીએ ફરી શરૂ કરી વર્ષો જૂની સુવિધા, હવે ગેસ સિલિન્ડર માટે નહીં ખાવા પડે ધક્કા!

Bharat Gas Home Delivery Restart 2026। રસોઈ ગેસની કાળાબજારી રોકવા માટે કેન્દ્ર સરકારનો નવો નિયમ; હવે ઓટીપી (OTP) અને ગેસ પાસબુક વિના નવો સિલિન્ડર મેળવવો અશક્ય

Bharat Gas Home Delivery Restart 2026। ભારત ગેસના ગ્રાહકોની થઈ ગઈ મોજ કંપનીએ ફરી શરૂ કરી વર્ષો જૂની સુવિધા, હવે ગેસ સિલિન્ડર માટે નહીં ખાવા પડે ધક્કા!

Bharat Gas Home Delivery Restart 2026। ભારત ગેસના ગ્રાહકોની થઈ ગઈ મોજ કંપનીએ ફરી શરૂ કરી વર્ષો જૂની સુવિધા, હવે ગેસ સિલિન્ડર માટે નહીં ખાવા પડે ધક્કા!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Bharat Gas Home Delivery Restart 2026। રસોઈ ગેસ ની બુકિંગ અને ડિલિવરી માટે એજન્સીઓના ધક્કા ખાતા અને પરેશાન થતા કરોડો ગ્રાહકો માટે એક રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારત ગેસે પોતાની એક વર્ષો જૂની અને સૌથી ભરોસાપાત્ર સુવિધાને દેશના વિવિધ વિસ્તારોમાં ફરીથી સત્તાવાર રીતે બહાલ (શરૂ) કરી દીધી છે. આ સુવિધા શરૂ થવાથી હવે સામાન્ય ગ્રાહકો માટે ગેસ સિલિન્ડર મેળવવાની પ્રક્રિયા પહેલા કરતાં વધુ સરળ, ઝડપી અને ઝંઝટ મુક્ત બની જશે. ઉલ્લેખનીય છે કે ભારત ગેસ પહેલાં એચપી (HP) ગેસ કંપનીએ પણ પોતાની બંધ પડેલી આ જ મહત્વપૂર્ણ ગ્રાહક સેવાને ફરીથી શરૂ કરી દીધી હતી.

ઘરબેઠા મળશે એલપીજી સિલિન્ડ

એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ અનુસાર, દેશના ઘણા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં એલપીજી (LPG) હોમ ડિલિવરીની સુવિધા ફરીથી સક્રિય કરી દેવામાં આવી છે. અગાઉ કેટલીક ટેકનિકલ ખામીઓ અને સ્થાનિક નિયમોના કારણે ગ્રાહકોને જાતે એજન્સી પર જઈને સિલિન્ડર લાવવો પડતો હતો અથવા ડિલિવરી માટે લાંબી રાહ જોવી પડતી હતી. જો કે, હવે રસોઈ ગેસના વપરાશ અને ડિલિવરીને લઈને કેન્દ્ર સરકાર દ્વારા નિયમો ખૂબ જ કડક કરવામાં આવ્યા છે. હવે સિલિન્ડર બુક કરાવવાથી લઈને તે તમારા ઘર સુધી પહોંચે ત્યાં સુધીની આખી પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી બદલાઈ ગઈ છે.

કાળાબજારી રોકવા માટે OTP ફરજિયાત

સરકારે રસોઈ ગેસના ગેરકાયદેસર વ્યવસાય અને કાળાબજારી પર સંપૂર્ણ અંકુશ લગાવવા માટે એક નવો ‘ઓટીપી વેેરિફિકેશન નિયમ’ (OTP System) ફરજિયાત બનાવ્યો છે. નવી પ્રક્રિયા મુજબ, સૌથી પહેલાં ગ્રાહકે પોતાના ગેસ કનેક્શન સાથે લિંક થયેલા સત્તાવાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી જ આઈવીઆરએસ (IVRS), વોટ્સએપ કે એપ દ્વારા સિલિન્ડર બુક કરવાનો રહેશે. બુકિંગ સફળ થતાં જ ગ્રાહકના મોબાઈલ પર એક યુનિક ઓટીપી (OTP) મોકલવામાં આવશે. જ્યારે ડિલિવરી બોય તમારા ઘરે સિલિન્ડર લઈને આવે, ત્યારે તેને આ ઓટીપી બતાવવો ફરજિયાત રહેશે.

ઓટીપી વેરિફિકેશન બાદ જ મળશે સિલિન્ડર

ગેસ એજન્સીનો કર્મચારી તમારા દ્વારા આપવામાં આવેલા ઓટીપીને પોતાના ડિજિટલ ડિવાઈસ કે સિસ્ટમમાં વેરિફાય કરશે. સક્સેસફુલ વેરિફિકેશન થયા બાદ જ તમને નવો ગેસ સિલિન્ડર સોંપવામાં આવશે. જો તમારી પાસે ઓટીપી નહીં હોય, તો નિયમ મુજબ તમને સિલિન્ડર મળી શકશે નહીં. આ ઉપરાંત, ગ્રાહકો માટે એક ખાસ સૂચના જારી કરવામાં આવી છે કે સિલિન્ડર લેતી વખતે તમારી મૂળ ‘ગેસ પાસબુક’ (Gas Passbook) પોતાની પાસે હાજર રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે ડિલિવરી દરમિયાન સત્તાવાળાઓ દ્વારા ગમે ત્યારે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી શકે છે. સરકારે શહેરો અને ગામડાઓ માટે મહિના દરમિયાન સિલિન્ડર મેળવવાની મર્યાદા (કેપિંગ) પણ નક્કી કરી દીધી છે.

👉 આ સમાચાર વાચો:
Byju Raveendran Jail। કરોડોની સંપત્તિ છુપાવવી ભારે પડી Byju’s ના માલિક બાયજુ રવીન્દ્રનને જેલ અને લાખોનો દંડ, આંતરરાષ્ટ્રીય કોર્ટનો મોટો આદેશ

PM Modi Central Asia Visit વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ પીએમ મોદીનો ૪ દિવસીય મધ્ય એશિયા પ્રવાસ, SCO સમિટ પર આખી દુનિયાની નજર
Operation Sindoor Aftermath ઓપરેશન સિંદૂરની ધાક બોખલાયેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ આ દેશ સાથે હાથ મિલાવ્યા, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
Exit mobile version