Site icon News Continuous Bureau | Mumbai

Ebola Protocol Indian Airports। ઇબોલા વાયરસના ખતરા વચ્ચે DGCA એક્શનમાં, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના મુસાફરો માટે નવા પ્રોટોકોલ જાહેર

Ebola Protocol Indian Airports। આફ્રિકાના હોટઝોનમાંથી આવતા મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન અને થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત; એરલાઇન્સને આઇસોલેશન નિયમોનું પાલન કરવા આદેશ

Ebola Protocol Indian Airports। ઇબોલા વાયરસના ખતરા વચ્ચે DGCA એક્શનમાં, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના મુસાફરો માટે નવા પ્રોટોકોલ જાહેર

Ebola Protocol Indian Airports। ઇબોલા વાયરસના ખતરા વચ્ચે DGCA એક્શનમાં, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના મુસાફરો માટે નવા પ્રોટોકોલ જાહેર

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Ebola Protocol Indian Airports। વિશ્વના કેટલાક દેશોમાં ઇબોલા (Ebola) ના વધી રહેલા કેસોને જોતાં ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. દેશમાં ઇબોલા વાયરસના સંભવિત ફેલાવાને રોકવા માટે કેન્દ્ર સરકારે અત્યંત કડક પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. કોરોનાકાળની યાદ અપાવતા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તમામ એરલાઇન્સ કંપનીઓ માટે એક વિશેષ હેલ્થ પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો છે. આ નિયમો અનુસાર, આફ્રિકાના ઇબોલા પ્રભાવિત વિસ્તારો (હોટઝોન) માંથી આવતા તમામ મુસાફરો માટે ‘સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ’ (SDF) ભરવું અને એરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગમાંથી પસાર થવું હવે ફરજિયાત રહેશે.

ઇબોલાના લક્ષણો ધરાવતા મુસાફરોને વિમાનના પાછળના ભાગમાં બેસાડાશે

ડીજીસીએ (DGCA) ની નવી માર્ગદર્શિકા મુજબ, એરલાઇન્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે ઇબોલાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા મુસાફરોનો એક્સપોઝર અન્ય યાત્રીઓ સાથે ન થાય. આ માટે લક્ષણો ધરાવતા ગ્રાહકોને એરક્રાફ્ટના સૌથી પાછળના ભાગમાં બેસાડવામાં આવશે. જો એર ઇન્ડિયા, ઇન્ડિગો, અકાસા, એમિરેટ્સ અને કતાર એરવેઝ જેવી એરલાઇન્સના વિમાનમાં કોઈ શંકાસ્પદ દર્દી જોવા મળે, તો પાયલટે લેન્ડિંગ પહેલાં જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરવી પડશે, જેથી તે વિમાનને એરપોર્ટ પર એક અલગ આઇસોલેટેડ બે (bay) માં લઈ જઈ શકાય.

શંકાસ્પદ કેસની આગળ-પાછળની ત્રણ લાઈનો રાખવી પડશે ખાલી

નવા નિયમો અનુસાર, જે ફ્લાઇટમાં ઇબોલાનો કોઈ શંકાસ્પદ કેસ જોવા મળશે, તે દર્દીની બેઠકની આગળ અને પાછળની ત્રણ લાઈનો (રો) બને ત્યાં સુધી ખાલી રાખવાની રહેશે. પ્લેન જ્યારે એરપોર્ટ પર લેન્ડ થશે, ત્યારે જે મુસાફરોમાં વાયરસના કોઈ લક્ષણો નથી તેઓ સૌથી પહેલા વિમાનમાંથી બહાર નીકળશે. ત્યારબાદ, સૌથી છેલ્લે શંકાસ્પદ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર ઉતારીને એરપોર્ટ પર તૈનાત સ્પેશિયલ મેડિકલ ટીમને સોંપવામાં આવશે, જ્યાં તેમની વિસ્તૃત તપાસ અને ક્વોરેન્ટાઇન પ્રક્રિયા હાથ ધરાશે.

રાષ્ટ્રીયતા ગમે તે હોય, SDF ફોર્મ ભરવું ફરજિયાત

સરકાર દ્વારા જારી કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ, જો કોઈ પણ મુસાફરને તાવ, નબળાઈ, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં ખરાશ, ઉલ્ટી, ઝાડા કે શરીર પર ચકત્તા અને બ્લીડિંગ (રક્તસ્ત્રાવ) ની ફરિયાદ હોય, તો તેણે તરત જ એરલાઇન ક્રૂ અથવા ઇમિગ્રેશન કાઉન્ટર પર તબીબી સ્ટાફને જાણ કરવી પડશે. ભારત આવનારા તમામ દેશી-વિદેશી નાગરિકો અને ક્રૂ મેમ્બર્સ માટે એસડીએફ (SDF) ફોર્મ ભરીને નિર્ધારિત કાઉન્ટર પર સબમિટ કરવું અનિવાર્ય છે. આ ઉપરાંત, ભારતમાં આવ્યા પછી ૨૧ દિવસની અંદર જો આવા કોઈ લક્ષણો દેખાય, તો મુસાફરે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો પડશે.

👉 આ સમાચાર વાચો:
Stock Market Today ।રોકાણકારોના શ્વાસ અધ્ધર! ભારતીય શેરબજારમાં નરમાઈનો માહોલ, સેન્સેક્સ ૨૬૫ પોઈન્ટના કડાકા સાથે રેડ ઝોનમાં ખુલ્યો

PM Modi Central Asia Visit વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ પીએમ મોદીનો ૪ દિવસીય મધ્ય એશિયા પ્રવાસ, SCO સમિટ પર આખી દુનિયાની નજર
Operation Sindoor Aftermath ઓપરેશન સિંદૂરની ધાક બોખલાયેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ આ દેશ સાથે હાથ મિલાવ્યા, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
Exit mobile version