Site icon

મોટા સમાચાર / વધુ એક સરકારી કંપનીનું થશે ખાનગીકરણ, મોદી સરકાર બનાવી રહી છે આ યોજના 

 News Continuous Bureau | Mumbai

દેશમાં ઘણી સરકારી કંપનીઓ  (Government companies) પ્રાઈવેટ હાથમાં વેચાઈ ગઈ છે. ત્યારે હવે કેન્દ્રની મોદી સરકાર (Central Govt) વધુ એક કંપની  નું ખાનગીકરણ (Privatization) કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે દેશની બેન્કિંગ સિસ્ટમને (banking system) સુધારવા માટે સરકારે ઘણી બેંકોનું મર્જર (Merger of Banks) અને ખાનગીકરણ કર્યું છે. આપને જણાવીએ કે હવે સરકાર કઈ કંપનીને ખાનગી હાથમાં વેચવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

જાણો શું છે સરકારનો પ્લાન?

દેવામાં ડૂબેલી એર ઈન્ડિયાની (Air India) એર સર્વિસ કંપની (Air Service Company) ટાટાના (Tata) હાથમાં ગઈ છે. તેના પછી સરકાર હવે એર ઈન્ડિયાની પોતાની સબસિડિયરી કંપનીનું (subsidiary company) પણ ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે. જણાવી દઈએ કે આ કંપની એન્જિનિયરિંગ સેક્ટરનું (engineering sector) કામ જુએ છે. સરકારે હવે આ કંપનીની હરાજી કરવાનો નિર્ણય લીધો છે.

જાન્યુઆરી-ફેબ્રુઆીમાં બિડ મંગાવવામાં આવશે

મીડિયા રિપોર્ટ મુજબ સરકાર એર ઈન્ડિયાની એન્જિનિયરિંગ સબસિડિયરી એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડને વેચવાની તૈયારી કરી રહી છે. આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં જ તેના માટે બિડ મંગાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: શું તમે ભૂલથી કોઈ ખોટા ખાતામાં UPI ઓનલાઇન પેમેન્ટ કરી દીધું છે. ટેન્શન નહીં! આ રીતે પૈસા પાછા મેળવી શકશો, જાણો આરબીઆઈના નિયમો શું છે?

આ કંપનીને પણ વેચવાની છે સરકારની યોજના

આ સિવાય સરકાર એર ઈન્ડિયાની બીજી કંપની એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસનું (airport services) ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે. જો કે હજુ સમય લાગી શકે છે. એન્જિનિયરિંગ સબસિડિયરી કંપની પછી એરપોર્ટ સેવાઓનું પણ ખાનગીકરણ કરવામાં આવશે.

વિદેશી કંપનીઓની બોલી લગાવવી મુશ્કેલ

આ કંપનીને વેચવા માટે સરકારે હરાજીમાં એક મોટી શરત મૂકી છે કે આ વખતે બિડીંગ પ્રક્રિયા હેઠળ જે પણ ખરીદનાર હશે તેની પાસે 51 ટકા હિસ્સો ભારતીયનો હોવો જોઈએ, એટલે કે સરકાર આ કંપનીને ભારતીયને વેચશે. તેમાં કોઈ વિદેશી આવીને બોલી લગાવી શકશે નહીં.

સરકાર દ્વારા બિડ માટે ઈનવાઈટ મોકલવામાં આવશે. સરકારની એવી યોજના છે કે એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડને વેચ્યા પછી જ એરપોર્ટ સેવાઓ વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: સતર્ક થઈ જાઓ. મુંબઈના આ 17 વિસ્તારોમાં ઓરીનો રોગચાળો ફાટી નીકળ્યો છે, પ્રભાવિત વિસ્તારોની ઓળખ થઈ ગઈ. બાળકોએ આ લક્ષણોની અવગણના ન કરવી

Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ
Stock Market: સપ્તાહના પહેલા દિવસે બજારમાં ઉછાળો, સેન્સેક્સ 330 અંક ચઢ્યો, નિફ્ટી થયો આટલા ને પાર
Exit mobile version