કોરોનાને કારણે દેશમાં નાગરિકતા કાયદા સહિતના મુદ્દાઓ દબાઈ ગયા હતા. જોકે હવે કોરોનાના કેસ ઓછા થતાં મોદી સરકારે અન્ય દિશામાં કામ શરૂ કર્યું છે
કેન્દ્ર સરકારે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લામાં વસતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિનમુસ્લિમ શરણાર્થીઓ પાસેથી નાગરિકતા માટે આવેદનો મગાવ્યાં છે.
ટૂંક સમયમાં જ પ્રક્રિયા પૂરી કરીને તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.
ગૃહ મંત્રાલયે નાગરિકતા અધિનિયમ -1955 હેઠળ આ નિર્દેશના તાત્કાલિક ધોરણે અમલ કરવા અને તે હેઠળ 2009માં બનાવેલા નિયમો માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જ્યારે 2019 માં CAA કાયદો ઘડ્યો હતો, ત્યારે દેશના વિવિધ ભાગોમાં એની સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો થયાં હતાં. આ વિરોધ પ્રદર્શનના પગલે 2020ની શરૂઆતમાં રાજધાની દિલ્હીમાં તોફાનો પણ થયાં હતાં.
