Site icon News Continuous Bureau | Mumbai

હવે બિનમુસ્લિમોને મળશે ભારતનું નાગરિકત્વ, કેન્દ્ર સરકારે પાકિસ્તાન સહિતના આ ત્રણ દેશોના શરણાર્થીઓનાં આવેદનો મગાવ્યાં; જાણો વિગતે

કોરોનાને કારણે દેશમાં નાગરિકતા કાયદા સહિતના મુદ્દાઓ દબાઈ ગયા હતા. જોકે હવે કોરોનાના કેસ ઓછા થતાં મોદી સરકારે અન્ય દિશામાં કામ શરૂ કર્યું છે

કેન્દ્ર સરકારે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લામાં વસતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિનમુસ્લિમ શરણાર્થીઓ પાસેથી નાગરિકતા માટે આવેદનો મગાવ્યાં છે.

Join Our WhatsApp Channel

ટૂંક સમયમાં જ પ્રક્રિયા પૂરી કરીને તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. 

ગૃહ મંત્રાલયે નાગરિકતા અધિનિયમ -1955 હેઠળ આ નિર્દેશના તાત્કાલિક ધોરણે અમલ કરવા અને તે હેઠળ 2009માં બનાવેલા નિયમો માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જ્યારે 2019 માં CAA કાયદો ઘડ્યો હતો, ત્યારે દેશના વિવિધ ભાગોમાં એની સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો થયાં હતાં. આ વિરોધ પ્રદર્શનના પગલે 2020ની શરૂઆતમાં રાજધાની દિલ્હીમાં તોફાનો પણ થયાં હતાં.

US F35 Fighter Jet India Debut ભારતમાં પ્રથમ વખત તાકાત બતાવશે અમેરિકાનું F35 ફાઈટર જેટ; જાણો શું છે તેની ખાસિયતો
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Shivraj Singh Chouhan Corruption Action ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! લાંચની ફરિયાદ મળતાં જ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
India Monsoon Deficit ખરીફ પાક પર દુષ્કાળના એંધાણ! ચોમાસાની વિદાય ટાણે જળસ્તર ઘટતાં ખેડૂતો ચિંતિત; બિહારરાજસ્થાનમાં સિંચાઈ સંકટ ઘેરાયું
Exit mobile version