ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
એર ઈન્ડિયાનો સોદો કર્યા બાદ મોદી સરકાર આ નાણાકીય વર્ષમાં 6 વધુ સરકારી કંપનીઓને વેચવાની યોજના બનાવી રહી છે.
આ 6 કંપનીઓમાં BPCL ઉપરાંત BEML, શિપિંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક અને નીલાંચલ ઇસ્પાતનો સમાવેશ થાય છે.
BPCLના ખાનગીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે BEML, શિપિંગ કોર્પ, પવન હંસ, સેન્ટ્રલ ઈલેક્ટ્રોનિક અને નીલાંચલ ઈસ્પાતનુ નાણાકીય બિડિંગ ડિસેમ્બર-જાન્યુઆરીમાં થઈ શકે છે.
આ કંપનીઓની ખાનગીકરણની પ્રક્રિયા પણ આ નાણાકીય વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે.
કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષમાં રૂ. 1.75 લાખ કરોડની આવક ડિસઈન્વેસ્ટમેન્ટથી ઉભી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
