ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકારે દેશમાં ઇંધણના ભાવ નીચા રાખવા માટે આ બોન્ડ જારી કર્યા હતા. આ બોન્ડ આજે પછીની સરકારો માટે ગળાનું હાડકું બની ગયા છે. આ બોન્ડ અત્યારે મોટો રાજકીય વિવાદનો વિષય બન્છે. ભાજપની આગેવાની હેઠળની (એનડીએ) સરકારે ઇંધણ પરના ઊંચા વેરા માટે યુપીએ સરકારે જારી કરેલા બોન્ડ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. શાસક પક્ષના કેટલાય પ્રધાનો આ માટે અગાઉની સરકારને જવાબદાર ઠેરવી ચૂક્યા છે. દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાની સપાટી વટાવી જતા સરકાર પર એકસાઇઝ ડયુટી ઘટાડવાનું દબાણ આવ્યું હતું. તેથી સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર પાંચથી ૨૭.૯ રુપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. ૧૦થી ૨૧.૮નો ઘટાડો કર્યો હતો. તેનું અનુસરણ રાજ્યોએ કરતા મોટાભાગના રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પરનો વેરો ઘટાડયો હતો. વર્તમાન વર્ષમાં ૩૧ માર્ચના અંતે ઓઇલ બોન્ડ પેટે હજી પણ ૧.૩૦ લાખ કરોડની રકમ ચૂકવવાની બાકી હતી. આ વર્ષે ૧૬ ઓક્ટોબર અને ૨૮મી નવેમ્બરના રોજ બે તબક્કામાં પાંચ હજાર કરોડની રકમ ચૂકવાતા ઋણબોજ ઘટીને ૧.૨ લાખ કરોડ થયો છે. ઓઇલ બોન્ડ પેટે આગામી ચૂકવણી ૧૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ આવશે અને આ રકમ ૩૧,૧૫૦ કરોડ રૂપિયા છે. હવે જાે તેનો વ્યાજખર્ચ ગણાય તો આ રકમ ૯,૧૯૫ કરોડ રૂપિયા સાથે કુલ ૪૦,૩૪૫.૯૬ કરોડ થાય છે. હાલની દસ હજાર કરોડની ચૂકવણી ઓઇલ બોન્ડની બાકી નીકળતી રકમ ઘટાડવાની દિશામાં પ્રથમ પ્રયાસ છે. તેના પગલે તેનું દેવુ ઘટીને ૧.૩૪ લાખ કરોડ રુપિયા થશે. તેના પછી તેણે ૨૦૨૪-૨૫માં ૪૦,૩૪૫.૯૬ કરોડ રૂપિયાની રકમ ચૂકવવી પડશે.કેન્દ્ર સરકારે આ વર્ષે થયેલી જંગી વેરાકીય આવકના પગલે અત્યાર સુધીની સૌથી મોટું ઓઇલ બોન્ડ પેમેન્ટ લગભગ ૨૦,૦૦૦ કરોડ રુપિયા કર્યુ છે. તેમા મુદ્દલ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે. આના લીધે કેન્દ્રને આગામી વર્ષોમાં ઓઇલ બોન્ડના વ્યાજ પેટે ઓછી રકમ ચૂકવવી પડશે. જાે કે ચિંતાજનક બાબત એ છે કે ઓઇલ બોન્ડ જારી કરાયા ત્યારે વ્યાજદર ઘણો ઊંચો હતો. આરટીઆઇ મુજબ આ ઓઇલ બોન્ડ પરનો વ્યાજદર ૬.૩૫ ટકાથી ૮.૪ ટકા છે. કેન્દ્રને આ વર્ષે એક્સાઇઝ પેટે પણ જંગી આવક થઈ છે, તેના લીધે પણ તેને આ બોન્ડ ચૂકવણીમાં મદદ મળી છે. તેને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિના દરમિયાન રૂપિયા ૭૨,૩૬૦.૭૯ કરોડની આવક થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ એક્સાઇઝ ડયુટી પેટે કુલ આવક ૩.૭૨ લાખ કરોડ થઈ હતી. જાે કે ૪૧ ટકા એકસાઇઝ ડયુટી કલેક્શન કેન્દ્ર-રાજ્ય વચ્ચેના આવક વહેંચણીના કરાર મુજબ રાજ્યને જાય છે. આ ચૂકવણી છતાં પણ કેન્દ્ર સરકારે ઓઇલ બોન્ડ પર હજી પણ ઊંચી રકમ ચૂકવવાની છે.
