ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
સ્વતંત્રતા દિવસના અવસરે દેશને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત, લદાખમાં ચીન સાથેના વિવાદ, કોરોના રોગચાળા જેવા મહત્વના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં પીએમ મોદીએ દેશની દીકરીઓને સલામ પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દેશમાં યુવતીઓની લગ્નની લઘુત્તમ વયમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરી રહી છે. સરકારે યુવતીઓના લગ્ન માટે લઘુત્તમ વય 18 થી વધારીને 21 કરવા અંગે એક સમિતિની રચના કરી છે. આ સમિતિનો રિપોર્ટ આવ્યા પછી આ સંદર્ભમાં નિર્ણયની જાહેરાત કરવામાં આવશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક નિવેદનમાં સંકેત આપ્યા હતા. નોંધનીય છે કે હાલમાં ભારતમાં યુવતીઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 વર્ષ અને યુવાનો માટે 21 વર્ષ છે.
લગ્ન માટે યુવતીઓની લઘુત્તમ ઉંમર વધારવા પાછળ સરકારનો ઉદ્દેશ માતૃ મૃત્યુદરમાં ઘટાડો લાવવાનો છે. કહેવાય છે કે સરકારની આ કવાયત પાછળ સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય પણ હોઇ શકે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ પણ પાછલા બજેટ ભાષણમાં કહ્યું હતું કે મહિલાની માતા બનવાની યોગ્ય ઉંમર અંગે સલાહ આપવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવાશે. નાણાંમંત્રી બાદ હવે પીએમ મોદીએ પણ ટાસ્ક ફોર્સના રિપોર્ટ બાદ દીકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર પર પુનર્વિચારની વાત કહી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com