ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઓગસ્ટ, 2021
મંગળવાર
સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કેસમાં કોર્ટની દેખરેખમા નિષ્પક્ષ તપાસ માટે જનહિત અરજીઓ પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારતા આ કેસમાં 10 દિવસ પછી ફરી વિચાર કરી રજૂઆત કરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે સાથે એમ પણ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે એવી કોઈ બાબતની સ્પષ્ટતા કરવાની જરૂર નથી જેનાથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરવી પડે.
સુપ્રીમ કોર્ટ હવે બે સપ્તાહ બાદ આ મામલે સુનાવણી કરશે.
વિશ્વના આ દેશમાં કોરોનાનો માત્ર એક જ કેસ સામે આવ્યો અને આખા દેશમાં લોકડાઉન… જાણો વિગતે
